- દેશમાં ઓનલાઈન પેમેન્ટ કરતા લોકોની સંખ્યામાં સતત વધારો
- આ એપ્સનો ઉપયોગ કરતા સમયે સાવચેત રહેવું ખુબ જ જરૂરી
- ઓનલાઈન પેમેન્ટના યુગમાં સાયબર ફ્રોડના કેસોમાં પણ સતત વધારો
દેશમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને વધુ સરળ લાગવા લાગી છે. તેનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. જો કે, આ એપ્સ દ્વારા પેમેન્ટ કરતી વખતે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઓનલાઈન પેમેન્ટના આ યુગમાં સાયબર ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તમારી એક ભૂલ તમારું બેન્ક ખાતું ખાલી કરી શકે છે. આવી સ્થિતિમાં તમે આ ટિપ્સથી ઓનલાઈન એપ્સમાં થતી છેતરપિંડીથી બચી શકો છો.
સ્ક્રીન લોક
માત્ર સ્માર્ટફોન જ નહીં તમે આ એપ્સ પર સ્ક્રીન લોક પણ લગાવી શકો છો. કેટલીક વખત ફોન ખોવાઈ જવાની સ્થિતિમાં પણ તમારા ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ક્રીન લોક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, પાસવર્ડ નાખતી વખતે તમારું નામ, મોબાઈલ નંબર અથવા જન્મ તારીખનો ઉપયોગ કરવાનું ટાળો.
કોઈની સાથે પિન શેર કરશો નહીં
તમારો UPI પિન કોઈની સાથે શેર કરશો નહીં. આ નિયમ તમારા નજીકના મિત્રો અને લોકોને માટે પણ લાગુ પડે છે. જો તમારો પિન અન્ય કોઈને ખબર હોય, તો તેને તરત જ બદલો.
કોઈપણ ફર્જી લિંક પર ક્લિક કરશો નહીં
હાલમાં સ્કેમર્સ તમારા ઇનબોક્સ અથવા સોશિયલ મીડિયામાં ફર્જી મેસેજો અને લિંક્સ શેર કરી રહ્યાં છે. મેસેજમાં તમને પૈસાની લાલચ આપીને લિંક પર ક્લિક કરવાની ફરજ પાડવામાં આવે છે અને વિગતો માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
એપને અપડેટ કરતા રહો
તમારા સ્માર્ટ ફોનમાં ઘણી બધી પેમેન્ટ એપ્લીકેશન રાખવાનું પણ ટાળો. જો જરૂરી હોય તો તમારા ફોનમાં માત્ર વિશ્વસનીય અને વેરિફાઇડ પેમેન્ટ એપ્સ રાખો.