- ટાંકી ભરેલી રહેશે તો ફ્યુઅલ લીક થવાનો ખતરો વધશે
- ફ્યુઅલ જ્વલનશીલ હોવાથી મુશ્કેલી વધારી શકે છે
- ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલ ખાલી રાખવું
જ્યારે તમે લાંબી મુસાફરી કરી રહ્યા છો તો તમે વિચારો છો કે બાઈક કે કારની ફ્યુઅલ ટાંકીને ફૂલ કરાવી લઈએ જેથી તમને મુસાફરીમાં મુશ્કેલી ન આવે. આ સમયે પેટ્રોલ કે ડીઝલ ભરનારા કર્મચારીઓ તમારી ગાડી કે બાઈકની ટાંકીને વિચાર્યા વિના જ ફૂલ કરે છે. પણ શું તમે જાણો છો કે આવું કરવાથી તમને અનેક નુકસાન થઈ શકે છે. તો જાણો બાઈક કે કારમાં કેટલું પેટ્રોલ કે ડીઝલ ભરાવવું લાભદાયી રહેશે.
ફ્યૂઅલ ટાંકીની કેપેસિટી જાણી લેવી જરૂરી
અલગ અલગ કંપનીની કાર અને બાઈકની ફ્યૂઅલ ટાંકીની કેપેસિટી અલગ અલગ હોય છે. કેટલીક ગાડી 25 લિટર પેટ્રોલ-ડીઝલની કેપેસિટી સાથે આવે છે તો કેટલીક 35 લિટરની સાથે. બાઈક પણ 10-18 લિટર પેટ્રોલની કેપેસિટીની સાથે આવે છે. એવામાં અનેકવાર પેટ્રોલ-ડીઝલ ભરનારા કર્મચારીઓને તેની જાણકારી રહેતી નથી. જેના કારણે તેઓ વધારે પેટ્રોલ-ડીઝલ ભરી દેતા હોય છે.
ટાંકી ફૂલ કરાવવાથી થશે આ નુકસાન
- જો તમારી ગાડી કે બાઈકની ટાંકી ફૂલ કરાવો છો તો જ્યારે તમારી ગાડી ચાલશે તો સસ્પેન્શનના કારણે ફ્યુઅલ ઉપર-નીચે થાય છે. ટાંકી ભરેલી રહેશે તો ફ્યુઅલ લીક થવાનો ખતરો પણ વધે છે.
- ખાસ કરીને ગાડીને ઢાળવાળી જગ્યાએ પાર્ક કરવામાં આવે તો પેટ્રોલ બહાર આવે તે શક્ય છે. ફ્યુઅલ જ્વલનશીલ હોવાથી મુશ્કેલી વધારી શકે છે. આગ લાગવાનો ખતરો પણ વધી શકે છે.
- ગરમીમાં તાપમાન વધવાથી હવા વધારે બને છે. ટાંકીને સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે તો હવાના નીકળવાની જગ્યા રહેતી નથી. પેટ્રોલ હવાની ગરમીના કારણે સ્પાર્ક કરી શકે છે અને વિસ્ફોટ પણ થઈ શકે છે.
- ફ્યુઅલમાંથી નીકળતી વરાળને ટાંકીની અંદર એડજેસ્ટ થવા માટે ખાલી જગ્યાની જરૂર રહે છે. ટાંકી ફૂલ હોય તો જગ્યા ન રહેવાના કારણે ફ્યુઅલ પંપ પર અસર પડે છે અને ગાડી લીક થવા લાગે છે.
ફૂલ ટાંકીથી કેટલું ઓછું ભરાવવું પેટ્રોલ
બાઈક કે કારમાં ફ્યુઅલ કેપેસિટીથી ઓછામાં ઓછું 1 લિટર ઓછું પેટ્રોલ રાખવું. આમ કરવાથી ગાડી અને બાઈકના ફ્યુઅલ પંપ પર દબાણ વધતું નથી અને સાથે ખાડાવાળી સડકો પર ફ્યુઅલને એડજેસ્ટ કરવામાં સરળતા રહે છે.