- Google Cloud માટે ખર્ચ કરવા પડશે રૂપિયા
- પ્લે સ્ટોર યૂઝર્સ માટે ફ્રી પણ કંપનીઓ આપે છે મોટી રકમ
- ગૂગલની ઈનકમનો સૌથી મોટો સોર્સ જાહેરાત પણ છે
ગૂગલને દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન માનવામાં આવે છે. કોઈ પણ વાતની જાણકારી માટે લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. અનેક ગૂગલ યૂઝર્સ રોજ ફ્રીમાં સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. તો જાણવાનું એ રહ્યું કે આમ છતાં તે કેવી રીતે અરબો રૂપિયાની કમાણી કરે છે.
1 મિનિટમાં કમાય છે 2 કરોડ રૂપિયા
મળતી માહિતિ અનુસાર ગૂગલ દર મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. પણ શું તમે વિચાર્યું છે કે તે આટલી મોટી કમાણી કેવી રીતે કરે છે. તેની ઈનકમનો સોર્સ શું છે. નહીં ને તો આજે જાણો ગૂગલની રૂપિયા કમાવવાની રીત શું છે.
જાહેરાત
ગૂગલની ઈનકમનો સૌથી મોટો સોર્સ જાહેરાત છે. જ્યારે તમે ગૂગલ પર કોઈપણ વસ્તુ સર્ચ કરો છો તો તેની ઉપર કેટલીક જાહેરાત જોવા મળે છે. આ જાહેરાતને માટે કંપનીઓ ગૂગલને રૂપિયા આપે છે. તેનાથી ગૂગલને ઘણા રૂપિયા મળે છે. આ સિવાય યુટ્યુબ પર પણ જાહેરાત આવે છે તેનાથી પણ ગૂગલને કમાણી થાય છે.
Google Cloud
આપણે જાણીએ છીએ તેમ ગૂગલની કેટલીક પેઈડ સર્વિસિસ પણ છે. તેનો ઉપયોગ કરવાના બદલે યૂઝર્સે રૂપિયા આપવાના રહે છે. ગૂગલ ક્લાઉડ અને પ્રીમિયમ કન્ટેન્ટ જેવી સર્વિસ માટે યૂઝરે રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ રીત પણ ગૂગલ અનેકગણા રૂપિયા કમાય છે.
એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ
આ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેણે ગૂગલે બનાવી છે. જો કે એન્ડ્રોઈડનો ઉપયોગ કરવા માટે સીધી રીતે કોઈ ચાર્જ લેવાતો નથી પરંતુ કંપનીઓ ગૂગલની અન્ય પ્રોડક્ટ્સ જેવી કે ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ સર્વિસનો ઉપયોગ કરે છે જેનાથી ગૂગલને કમાણી થાય છે.
Google Play Store
Google Play Store પણ ગૂગલની સર્વિસમાંની એક છે. તેની પર એન્ડ્રોઈડ સ્માર્ટફોનને માટે એપ્સ અને ગેમ્સ મળે છે. આમ તો આ સર્વિસ ફ્રી હોય છે. યૂઝર કોઈ પણ એર અને ગેમને ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. પરંતુ કંપનીઓ માટે આ ફ્રી હોતું નથી. ગૂગરલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરવા માટે કંપનીઓને રૂપિયા આપવા પડે છે. તેનાથી તેને સારી કમાણી થાય છે.
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે આપવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.