સેના, પોલીસ કે કોઇ પણ ફોર્સ જ્યારે કોઇ ઓપરેશન પર જાય છે તો બુલેટ પ્રુફ જેકેટ તો પહેરે જ છે. દુશ્મનોની ગોળીથી બચવા માટે બુલેટ પ્રુફ જેકેટ જરૂરી છે. જો કે હા એ વાત પણ છે કે બુલેટ પ્રુફ જેકેટ દરેક પ્રકારની ગોળીઓથી રક્ષણ આપતો નથી. ચાલો જાણીએ કઇ બંદૂકની ગોળીઓ આરપાર થઇને નીકળે છે.


બુલેટ પ્રૂફ જેકેટ કેવી રીતે બને

બુલેટ પ્રૂફ જેકેટ ડાયનેમા અથવા હાઇ ડેનિઅર પોલિઇથિલિન જેવા હળવા અને મજબૂત રેસામાંથી બનાવવામાં આવે છે. આ સિવાય કેટલાક બુલેટ પ્રૂફ જેકેટમાં સિરામિક અથવા સ્ટીલ પ્લેટ્સ પણ હોય છે. આ પ્લેટ્સ ઉચ્ચ કેલિબર બુલેટ્સ સામે રક્ષણ આપે છે. જ્યારે આ વસ્તુઓમાંથી જેકેટ તૈયાર કરવામાં આવે છે, ત્યારે ઉપયોગ કરતા પહેલા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. બુલેટ પ્રૂફ જેકેટ સલામતીના ધોરણોને પૂર્ણ કરે છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટની આરપાર નીકળી શકે આ બંદૂકની ગોળી..

બુલેટ પ્રૂફ જેકેટની સંરક્ષણ ક્ષમતા રાષ્ટ્રીય માનાક દ્વારા નક્કી કરવામાં આવે છે. જે બાદ કેટલીક ગોળીઓ અને હથિયાર એવા હોય છે જે આ જેકેટની આરપાર નીકળી શકે છે. જેમ કે ઉચ્ચ કૈલિબર રાઇફલની ગોળી, 308 વિંચેસ્ટર, આ ઉપરાંત રાઇફલ કૈલિબર કે જેનો ઉપયોગ સૈનિક કરે છે. આ ગોળી એટલી ખતરનાક હોય છે કે જો નજીકથી વાગે તો બુલેટ પ્રુફ જેકેટની પર આરપાર નીકળી શકે છે. આ ઉપરાંત એકે-47 જેવા અસૉલ્ રાઇફલનો ઉપયોગ કરનારી 7.62x39 મીમીની ગોળી પણ બુલેટ પ્રુફ જેકેટને પાર કરી શકે છે.

આ ઉપરાંત જે પિસ્ટલમાં 0.44 મેગ્નમની ગોળીઓ વપરાય છે તે પણ બુલેટ પ્રુફ જેકેટને ભેદી શકે છે. આ સિવાય .357 મેગ્નમ અને .50 BMG બુલેટ પણ બુલેટ પ્રૂફ જેકેટમાં પ્રવેશ કરી શકે છે. જો કે, આ ગોળીઓ બુલેટ પ્રૂફ જેકેટમાં પ્રવેશી શકે તે માટે, ગોળી ચલાવનાર વ્યક્તિએ ખૂબ જ નજીકથી ફાયરિંગ કરવું પડે છે.. જો અંતર વધુ હશે તો બુલેટ પ્રૂફ પહેરનાર વ્યક્તિને આ ગોળીઓ એટલું નુકસાન પહોંચાડી શકશે નહીં.


  • Follow us on: