• ફોનના પ્લે સ્ટોર પર જઈને UTS એપ ડાઉનલોડ કરો
  • એપ ઇન્સ્ટોલ કર્યા પછી રજીસ્ટ્રેશન કરી લો
  • ઓટીપી ભર્યા પછી તમે પ્લેટફોર્મ ટિકિટ જાતે બુક કરી શકશો

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સમયાંતરે નવી સુવિધાઓ સાથેની એપ્સ લોન્ચ કરે છે. જેથી કોઈપણ રેલવે મુસાફરને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. નવી સુવિધા અનુસાર તમે ઘરે બેસીને પણ પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકો છો. તો જાણો ઘરેથી ફોનની મદદથી પ્લેટફોર્મ અને જનરલ ટિકિટ કેવી રીતે બુક કરી શકો છો.

લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નહીં રહે ચિંતા

અનેક વાર તમારી સાથે એવું બન્યું હશે કે પરિવાર, સંબંધી કે મિત્રને રેલવે સ્ટેશને મૂકવા જવું પડ્યું હશે. આ સમયે સૌથી વધુ ચિંતા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ કે જનરલ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની રહે છે. પરંતુ રેલવેએ ટિકિટ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું ટેન્શન દૂર કર્યું છે. હવે તમે ઘરે બેઠા એપની મદદથી પ્લેટફોર્મ ટિકિટ અથવા જનરલ ટિકિટ સરળતાથી બુક કરી શકો છો. તો જાણો શું છે આ માટેની પ્રક્રિયા.

 

ફોનમાં આ એપ કરો ડાઉનલોડ

  • ફોનના પ્લે સ્ટોર પર જઈને UTS એપ ડાઉનલોડ કરો.
  • એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • આ પછી તમે હોમ પેજ પર નોંધણી પર ક્લિક કરો.
  • ત્યાં નામ, મોબાઈલ નંબર, DOB, જેન્ડર ભરવાનું રહેશે
  • આ પછી ફોન પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
  • OTP દાખલ કર્યા પછી તમે લોગ ઈન થઈ જશો.
  • આ પછી તમે પસંદગી મુજબ ટિકિટ બુક કરો.
  • સ્ટેશનનું નામ પસંદ કર્યા પછી અહીં ચુકવણી કરો.
  • તમે વૉલેટ રિચાર્જ કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો.
  • આ સિવાય તમે અન્ય પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
  • ચુકવણી કર્યા પછી એપ્લિકેશનમાં શો ટિકિટનો વિકલ્પ જોશો.
  • શો ટિકિટ પર ક્લિક કરવાથી તમને તમારી ટિકિટ દેખાશે.

મુસાફરી દરમિયાન આ એપની મદદ લો

આ સિવાય તમે NTES (નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ) એપની મદદથી કોઈપણ ટ્રેનની લાઈવ ટ્રેનનું સ્ટેટસ ચેક કરી શકો છો. આ સિવાય 'રેલ મદદ' એપ દ્વારા કોઈપણ પ્રકારની તબીબી સુવિધા, કોચમાં સ્વચ્છતા વગેરે અંગે ફરિયાદ નોંધાવી શકો છો અથવા મદદ લઈ શકો છો.

  • Follow us on: