• તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે જાણો
  • જો એક્ટિવ ન હોય તો આ રીતે ચેક કરો
  • વેરિફાઈ માટેની સરળ પ્રક્રિયા વિશે જાણો

ભારતમાં ટેક્સ ફાઈલિંગ અને રોકાણો સહિત ઘણા નાણાકીય વ્યવહારો માટે પરમેનેટ એકાઉન્ટ નંબર કાર્ડ જરૂરી છે. આ પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ ન આવે તે માટે તમારું પાન કાર્ડ એક્ટિવ રાખવું મહત્વપૂર્ણ છે. ઓળખને સરળ બનાવવા અને કરચોરી અટકાવવા માટે આવકવેરા વિભાગ દ્વારા આ લિંક કરવું જરૂરી છે. આ સિવાય ઘણાં પાન કાર્ડ રાખવાથી નિષ્ક્રિયતા આવી શકે છે કારણ કે વિભાગ કર અનુપાલનની ખાતરી કરવા માટે ડુપ્લિકેટ એન્ટ્રીઓને સક્રિયપણે રદ્દ કરે છે.

પાન કાર્ડ નિષ્ક્રિય થવાના કારણો

નકલી ઓળખ હેઠળ અથવા અસ્તિત્વમાં ન હોય તેવા વ્યક્તિઓના નામે જાહેર કરાયેલ બનાવટી પાન કાર્ડ પણ ટેક્સ અધિકારીઓ દ્વારા શોધ પર તરત જ નિષ્ક્રિય કરવામાં આવે છે. તમારું પાન કાર્ડ યોગ્ય રીતે લિંક થયેલું છે અને એક કરતાં વધુ કાર્ડ રાખવાનું ટાળવાથી તેની એક્ટિવ સ્થિતિ જાળવી રાખવામાં મદદ મળી શકે છે.

આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ દ્વારા તમારા પાન કાર્ડની એક્ટિવ સ્થિતિ ચેક કરવી એ એક સરળ પ્રક્રિયા છે. આ ઓફિશિયલ પ્લેટફોર્મ તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે ચેક કરવાના સરળ સ્ટેપ ફોલો કરો.

તમારા પાન કાર્ડની સ્થિતિ વેરિફાઈ માટે ફોલો કરો આ સ્ટેપ

  • આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજની ડાબી બાજુએ લિંક્સ વિભાગમાંથી પાન વેરિફાય કરો તે ઓપ્સન પસંદ કરો.
  • રેકોર્ડ મુજબ તમારો પાન કાર્ડ નંબર, જન્મ તારીખ, આખું નામ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરો.
  • વિગતો એડ કર્યા પછી Continue પર ક્લિક કરો.
  • તમારા વેરિફાઈડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી મોકલવામાં આવશે.
  • તમારી ઓળખને પ્રમાણિત કરવા માટે ઓટીપી એડ કરો.
  • સફળ વેરિફાઈ પછી તમને તમારા પાન કાર્ડની સક્રિય સ્થિતિ વિશે તરત પુષ્ટિ પ્રાપ્ત થશે.

પાન કાર્ડ જેવા નાણાકીય ડોક્યુમેન્ટ પર તકેદારી રાખવી અને નિયમનકારી અપડેટ્સનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આ સ્ટેપને ફોલો કરીને તમે સરળતાથી વેરિફાઈ કરી શકો છો કે તમારું પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં.

  • Follow us on: