- ફોન ચોરી થઈ જાય તેવા કિસ્સામાં કેવી રીતે કરવું UPI ID ડિએક્ટિવેટ
- આ રીતે તમારું UPI ID ડિએક્ટિવેટ કરાવી બેન્ક ખાતું NIL થતા એટકાવો
- PayTM UPI IDને કેવી રીતે બ્લોક કરાવવા માટે શું કરવું?
આજકાલ લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે. મોટાભાગના લોકો રોકડ સાથે રાખવાનું ધીરે-ધીરે ઓછું થઈ રહ્યું છે. લોકો નાના-નાના પેમેન્ટ માટે પણ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં મોટા ભાગના રૂપિયા બેન્કમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમારે તમામ રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે.
ફોનની ચોરી થઈ તેવા કિસ્સામાં UPI ID કેવી રીતે બંધ કરવી
જો તમારો પણ ફોન ખોવાઈ જાય છે અથવા ચોરી થઈ જાય છે તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે સમજવું પડશે કે તમે તમારા Google Pay, Phone Pay, Paytm અને UPI ID ને કેવી રીતે બ્લોક કરી શકો છો. એટલે કે તમે તમારું UPI ID કેવી રીતે બંધ કરી શકો છો. આ અંગે નીચે સંપૂર્ણપણે વાંચો અને જો તમારો ફોન ચોરાઈ જાય તો તરત જ તમારી UPI ID બંધ કરાવી દો.
UPI ID આ રીતે બંધ થશે
આ માટે સૌથી પહેલા આ બે માંથી કોઈપણ એક નંબર 02268727374, 08068727374 પર કોલ કરો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની ફરિયાદ નોંધાવો, જ્યાર બાદ તમને OTP માટે પૂછવામાં આવે ત્યારે સિમ કાર્ડ અને ઉપકરણ ગુમાવવાનો વિકલ્પ પસંદ કરો. આ પછી તમારી કસ્ટમર કેર સાથે કોલ ટ્રાન્સફર કરવામાં આવશે. અહીં તમે તમારા ફોનની ચોરીના મામલાની જાણકારી આપીને તરત જ UPI ID બ્લોક કરી શકો છો. તમને જણાવી દઈએ કે Google Pay માટે તમારે 1800 419 0157, PhonePe માટે 08068727374 અને Paytm માટે 01204456456 જેવા નંબરો પર કૉલ કરવો પડશે.
PayTM UPI IDને કેવી રીતે બ્લોક કરાવવી
- Paytm UPI IDને બ્લોક કરવા માટે પહેલા Paytm બેન્ક હેલ્પલાઈન નંબર -01204456456 પર કોલ કરો. અહીં લોસ્ટ ફોનનો વિકલ્પ પસંદ કરો.
- આ પછી વૈકલ્પિક નંબર (જે નંબર પરથી ફરિયાદની નોંધાવવામાં આવી રહી તે) દાખલ કરો. ત્યારબાદ જે નંબર ખોવાઈ ગયો છે. અહીં તમામ ઉપકરણોમાંથી લોગઆઉટનો વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ Paytm વેબસાઇટ પર જાઓ અને 24×7 હેલ્પ વિકલ્પ પસંદ કરો. અહીં તમે Report a Fraud અથવા Message Us વિકલ્પ પસંદ કરી શકશો.
- આટલું કર્યા બાદ પોલીસ રિપોર્ટ અને જરૂરી વિગતો આપવાની રહેશે. વિગતોની ચકાસણી કર્યા પછી તમારું Paytm એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ જશે.
પોલીસ સ્ટેશનમાં ખોવાયેલા ફોનની FIR નોંધાવો
તેવી જ રીતે તમે અન્ય પ્લેટફોર્મ પર પણ અન્ય વ્યવહારો કરી શકો છો. જો કે દરેક પ્લેટફોર્મની પ્રક્રિયા થોડી અલગ હોઈ શકે છે. UPI ID અને નંબર બ્લોક કર્યા પછી ચોક્કસપણે નજીકના પોલીસ સ્ટેશન પર જાઓ અને ખોવાયેલા ફોન માટે FIR નોંધાવો.