વિશ્વભરમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે મોટાભાગના લોકો ફ્લાઇટ દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવાનું પસંદ કરે છે. વિશ્વના તમામ દેશોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ એરપોર્ટ પરથી પેસેન્જર તેના ગંતવ્ય સ્થાન સુધીની ફ્લાઇટ પકડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ રનવે ક્યાં છે?


લાખો લોકો ફ્લાઇટમાં કરે છે અવરજવર

આજકાલ ફ્લાઇટમાં મુસાફરી કરવી એ બહુ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ દાયકાઓ પહેલા સુધી ફ્લાઇટમાં મુસાફરી એ લક્ઝરી લાઇફ ગણાતી હતી. આજે ભારતના મોટા શહેરોમાં એરપોર્ટ છે, જ્યાંથી મુસાફરો થોડા કલાકોમાં બીજા શહેરમાં પહોંચી શકે છે. એરલાઇન્સ પણ ઘણી બધી થઇ ગઇ એટલે કિંમતમાં પણ વેરિએશન જોવા મળે છે. આ દિવસોમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. પ્લેનની અવરજવર માટે વિશ્વભરમાં ઘણા એરપોર્ટ છે. વિશ્વભરમાં દરરોજ લાખો અને કરોડો લોકો એરપોર્ટ દ્વારા મુસાફરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કયા એરપોર્ટ પર સૌથી વધુ રનવે છે?

ઇન્ટરનેશનલ એરપોર્ટ

O'Hare ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વમાં સૌથી વધુ રનવે ધરાવતા એરપોર્ટમાં પ્રથમ આવે છે. તે અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના સૌથી મોટા શહેર શિકાગોમાં આવેલું છે. આ એરપોર્ટ આઠ રનવે સાથે ટોચ પર તેનું સ્થાન જાળવી રાખે છે. O'Hare ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે સેટના ત્રણ રનવે છે. આના પર ઘણી વખત ફ્લાઈટ્સ એક સાથે ટેકઓફ અને લેન્ડ થાય છે.

ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 1927માં બનાવવામાં આવ્યું હતું. આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સાથે ત્રણ પ્લેન લેન્ડ થઈ શકે છે. ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાત રનવે સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.

એમ્સ્ટર્ડમ શિફોલ એરપોર્ટ

એમ્સ્ટર્ડમ શિફોલ એરપોર્ટ નેધરલેન્ડનું મુખ્ય એરપોર્ટ છે. 105થી વધુ એરલાઇન્સ શિફોલથી વિશ્વભરમાં 327 સ્થળો પર કામ કરે છે જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક બનાવે છે. એમ્સ્ટરડેમ શિફોલ એરપોર્ટ આ યાદીમાં 6 રનવે સાથે ત્રીજા સ્થાને છે. આ એરપોર્ટની ખાસ વાત એ છે કે તે દરિયાની સપાટીથી નીચે આવેલું છે.

બોસ્ટન લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ

બોસ્ટન લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ ન્યૂ ઇંગ્લેન્ડનું સૌથી મોટું એરપોર્ટ છે. તે સૌપ્રથમ 1923 માં ખોલવામાં આવ્યું હતું. બોસ્ટન લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટ 6 રનવે સાથે યાદીમાં છઠ્ઠા નંબર પર છે.

ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ

ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર અમેરિકાનું સૌથી મોટું એરપોર્ટ છે. ડેન્વર એરપોર્ટ સત્તાવાર રીતે 1995 માં સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેનો એક રનવે છે, 16R/34L, જે વિશ્વનો 7મો સૌથી લાંબો અને ઉત્તર અમેરિકાનો સૌથી લાંબો રનવે છે. તે કુલ 6 રનવે સાથે યાદીમાં પાંચમા નંબરે છે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ

દેશનું આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જેમાં ચાર રનવે છે. એવું માનવામાં આવે છે કે દિલ્હી એરપોર્ટ આગામી સમયમાં લગભગ 100 મિલિયન લોકોને હેન્ડલ કરવા માટે સક્ષમ હશે.

  • Follow us on: