- સીમિત બજેટ હોય તો ભાડાનું ઘર સસ્તો ઓપ્શન રહેશે
- ઘર ખરીદવા માટે તમે રેન્ટને બદલે એકસ્ટ્રા ખર્ચ કરશો
- સમજો કેવી રીતે ભાડાનું ઘર અને પોતાનું ઘર વધારશે ખર્ચ
દરેક વ્યક્તિના જીવનનું એક સપનું હોય છે કે તેનું એક સામાન્ય પણ પોતાનું ઘર હોય. સામાન્ય માણસના આધારે ઘરના માલિક હોવું સુરક્ષા આપે છે અને સાથે જ વધારે ખર્ચ અને લોન્ગ ટર્મની સાથે આવે છે. હાઉસિંગ માર્કેટ મોંઘું છે અને સાથે સીમિત રૂપિયા છે તો ભાડાનું ઘર સસ્તું રહી શકે છે. તો જાણો શું છે સમગ્ર ગણિત અને કેવી રીતે તમને મળી શકે છે ફાયદો.
કેટલો રહેશે ભાડાનો ખર્ચ
જો તમે 25000 રૂપિયા દર મહિના પર ભાડું ખર્ચ કરીને 3BHK ફ્લેટ લો છો તો 1 વર્ષમાં 3 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. આ એક સામાન્ય માનવામાં આવે છે. આ વર્ષે જો મકાન માલિક 10 ટકા રેન્ટ વધારે છે તો તમે વર્ષે 3,30,000 રૂપિયા ચૂકવશો. આ રીતે જો દર વર્ષે તમારું રેન્ટ 10 ટકા વધે છે જે શહેરોમાં સામાન્ય રહે છે તો તમે 20 વર્ષમાં ભાડા પેટે કુલ 1,71,82,596 રૂપિયા એટલે કે 1 કરોડ 71 લાખ રૂપિયા ચૂકવશો. આ રીતે જોઈએ તો ઘર ખરીદવા માટે તમે રેન્ટ લેવાના બદલે એકસ્ટ્રા ખર્ચ કરશો.
ઘર ખરીદવું ક્યારે સારું રહેશે
ઘર ખરીદવાની વાત આવે છે તો તમે થોડા ભાવુક થાઓ તે સ્વાભાવિક છે. આ સમયે તમે લોન્ગ ટર્મને માટે વિચારી રહ્યા છો અને સાથે આવનારી પેઢીઓને માટે વિરાસતને માટે ઉત્સુક રહો છો. તો ઘર ખરીદવું સારો વિકલ્પ બની શકે છે. જો તમે ઘર ખરીદો છો તો ડાઉન પેમેન્ટ 10 ટકા રહે છે. આ સાથે તમે તેને ભરો છો તો તમારી પાસે ઘરનો 10 ટકા ભાગ રહેશે અને પછી શક્ય છે કે તમે 90 ટકાની રકમ માટે લોન લેવાનું વિચારી શકો છો.
હવે સમજો ગણિત
જો તમે દિલ્હીમાં ઘર લઈ રહ્યા છો તો એક લોકેશન પર એક 3BHK ફ્લેટ, તેની સાઈઝ 1200 સ્ક્વેયર ફીટ છે અને પ્રતિ સ્ક્વેયર ફીટનો રેટ 10,000 છે. આ રીતે ફ્લેટની કિંમત 1.2 કરોડ રૂપિયા થશે. જો તમે 20 ટકા ડાઉન પેમેન્ટ કરીને આ ફ્લેટ ખરીદો છો તો બેંકથી લગભગ 1 કરોડની લોન લેવી પડે. આ માટે તમારે 89,973 રૂપિયાની ઈએમઆઈ ચૂકવવાની રહે છે. તેનો મતલબ એ રહે છે તે તમે 1 કરોડ રૂપિયાની હોમ લોન લો છો તો બેંકને કુલ મળીને 2.15 કરોડ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવાનું રહેશે.
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.