• આયુષ્યમાન કાર્ડ કઢાવતા પહેલા ચકાસો પાત્રતા
  • 5 લાખ રૂપિયા સુધી કરાવી શકો છો મફતમાં સારવાર
  • લાભ લેતા પહેલા જાણી લો તમે આ લાભ મેળવી શકશો કે નહી?

દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. જેમાંથી કેટલીક રાજ્ય સરકાર અને ઘણી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. દરેક યોજનાનું પોતાનું મહત્વ હોય છે અને તેના હેઠળ મળતા લાભો પણ અલગ અલગ હોય છે. જેમ કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના. આ યોજના. હેઠળ લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. જે માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું રહે છે. ત્યારે આવો જાણીએ આ યોજનાનો લાભ કોણ લઇ શકે.

આયુષ્માન ભારત યોજના હેઠળ, આયુષ્માન કાર્ડ સૌથી પહેલા પાત્ર લોકો માટે બનાવવામાં આવે છે. આ કાર્ડ દ્વારા કાર્ડધારક સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

કોણ લોકો છે આ યોજનાને પાત્ર ?

  • જેમની ઉંમર 18 વર્ષ કે તેનાથી વધારે હોય
  • જે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાહોય
  • જે લોકો દૈનિક વેતન પર શ્રમિક તરીકે કામ કરે છે
  • જેના પરિવારમાં કોઇ દિવ્યાંગ હોય
  • જે લોકો ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય
  • જે લોકો નિરાશ્રિત કે આદિવાસી હોય
  • જે લોકો અનુસૂચિત જાતિ અથવા જનજાતિથી આવતા હોય

કોણ આયુષ્યમાન કાર્ડને પાત્ર નથી ?

  • જે લોકો સરકારી કર્મચારી છે
  • જે લોકોનો પીએફ કપાય છે
  • જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે
  • જે ESICનો લાભ મેળવે છે
  • જેઓ ટેક્સ ભરે છે
  • જેઓ આર્થિક રીતે સંપન્ન હોય

કેવી રીતે બનાવડાવશો આયુષ્યમાન કાર્ડ ?

  • આ માટે તમારે પહેલા CSC સેન્ટર પર જવું પડશે.
  • તમારે અહીં જઈને સંબંધિત અધિકારીને મળવું પડશે.
  • અધિકારીને મળ્યા પછી, તમારે તમારા સંબંધિત દસ્તાવેજો તેમને આપવા પડશે.
  • પછી આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે
  • તમારી યોગ્યતા પણ અહીં તપાસવામાં આવે છે
  • તપાસમાં બધું જ સાચું જણાયા પછી, તમારી અરજી સબમિટ કરવામાં આવે છે.
  • તમે તેની અધિકૃત વેબસાઈટ Beneficiary.nha.gov.in પર જઈને ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
  • તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સાઇટ પરની સૂચનાઓને અનુસરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

  • Follow us on: