ભારતીય સેનાએ પોતાની ઓળખને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે 'આર્મી યુનિફોર્મ-૨૦૨૬' હેઠળ યુનિફોર્મના નિયમોમાં વ્યાપક અને ઐતિહાસિક ફેરફારો કર્યા છે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય અંગ્રેજોના શાસનકાળથી ચાલી આવતી જૂની પરંપરાઓ, પરિભાષાઓ અને એસેસરીઝને સંપૂર્ણપણે દૂર કરીને શુદ્ધ ભારતીય ઓળખને ઉજાગર કરવાનો છે.


ભારતીય સેનાના યુનિફોર્મમાં સમયાંતરે ફેરફાર થયા

છેલ્લા ૧૮૦ વર્ષોમાં ભારતીય સેનાના યુનિફોર્મમાં સમય અને યુદ્ધભૂમિની જરૂરિયાતો અનુસાર જબરદસ્ત ફેરફારો થયા છે. ૧૯મી સદીના બ્રિટિશ યુગના ખાખીથી શરૂ કરીને આજના આધુનિક છદ્માવરણ (Camouflage) યુનિફોર્મ સુધીની આ સફર ટેકનોલોજી, બદલાતી રણનીતિ અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. તાજેતરમાં જ સેનાએ 'આર્મી યુનિફોર્મ ૨૦૨૬ મેન્યુઅલ' હેઠળ ઐતિહાસિક ફેરફારો કર્યા છે. જાણો ભારતીય આર્મી યુનિફોર્મ સૌ પ્રથમ કોણે ડિઝાઈન કર્યો હતો.

કોણે ડિઝાઇન કર્યો હતો પહેલો ભારતીય સેનાનો યુનિફોર્મ?

સૌપ્રથમ ખાખી લશ્કરી ગણવેશ રજૂ કરવાનો શ્રેય સર હેરી લમ્સડેનને જાય છે, જેઓ ૧૮૪૬માં હાલની પાકિસ્તાન સરહદ નજીક કોર્પ્સ ઓફ ગાઇડ્સમાં તૈનાત બ્રિટિશ અધિકારી હતા. તે સમયે બ્રિટિશ સૈનિકો તેજસ્વી લાલ રંગનો ગણવેશ પહેરતા હતા, જે ખડકાળ અને પથરાળ જમીન પર દુશ્મનોને સરળતાથી દેખાઈ આવતો હતો. સૈનિકોની સુરક્ષા અને છદ્માવરણ (આસપાસના વાતાવરણમાં ભળી જવું) સુધારવા માટે, હેરીએ આ લાલ ગણવેશને માટીના રંગ જેવા ખાખી ગણવેશમાં બદલ્યો. આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે આગળ જતાં સમગ્ર બ્રિટિશ ભારતીય સેનાએ તેને અપનાવી લીધો.

ભારતીય યુનિફોર્મ બદલવાનો શું ઉદેશ્ય

ગુલામી યુગની પરંપરાઓને પાછળ છોડીને, ભારતીય સેનાએ તેના ગણવેશ અને ગ્રુમિંગ નિયમોમાં મોટા ઐતિહાસિક ફેરફારો કર્યા છે. અંગ્રેજોના સમયની ખાખીને બદલી યુનિફોર્મને નવા રંગરુપ અપાયા છે. ભારતીય સેનાના જવાનો માટે ખાસ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે. નવા નિયમો અંતર્ગત હવે ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ (ભૂમિસેના, નૌકાસેના અને વાયુસેના) માટે એક સમાન 'યુનિફોર્મ નંબરિંગ સિસ્ટમ' લાગુ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને કારણે ત્રણેય રક્ષાદળો વચ્ચે પરસ્પર સંકલન, સમાનતા અને એકરૂપતા વધુ સુનિશ્ચિત બનશે.


આ પણ વાંચો : Monsoonમાં સ્કીન કેમ થઈ જાય છે વધુ Oily? જાણો કારણો અને ઉપાયો

  • Follow us on: