ડિજિટલ પેમેન્ટ કરવા, ફટાફટ ઓનલાઈન અપ્રૂઅવ લેવા અને રોજિંદા ખર્ચ માટે લોકો જેમજેમ કાર્ડ પર આધારિત થઈ રહ્યા છે તેમ તેમ ડિજિટલ ફ્રોડના બનાવો પણ ઝડપથી વધી રહ્યા છે.તો, જો તમે છેતરપિંડી કરનારાઓના સકંજામાં ફસાઈ ગયા છો અથવા તમને ડિજિટલ ફ્રોડનો ડર છે તો ગભરાશો નહીં. યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાથી તમારા પૈસા બચી શકે છે.


RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) કહે છે કે ગ્રાહકો ક્રેડિટ કાર્ડ ફ્રોડથી સંપૂર્ણ રક્ષણ મેળવી શકે છે, પરંતુ જો તેઓ સમયસર છેતરપિંડીની જાણ કરે અને જરૂરી શરતો પૂરી કરે તો જ. તમારી મદદ માટે અહીં એક સરળ ગાઈડલાઈન આપવામાં આવી છે.જેને ફોલો કરી તમે ક્રેડિટ કાર્ડ ફ્રોડથી તમારા પૈસાને બચાવી શકશો.

બ્લોક કરી તો તમારું કાર્ડ

તમારું પહેલું કામ એ એ છે કે કોઈપણ નુકસાન અટકાવવું. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય કે તરત તમારા કાર્ડને બ્લોક કરી દો. તમે તમારા મોબાઇલ એપ્લિકેશન, નેટ બેંકિંગ અથવા 24x7 કસ્ટમર કેર નંબરનો ઉપયોગ કરી આ કામ કરી શકો છો. એટલું જ નહીં અનઓથોરાઈઝ્ડ ચાર્જથી પણ બચી જશે. સમયાંતરે ક્રેડિટ કાર્ડ રિપોર્ટ ચેક કરતા રહેવું પણ જરૂરી છે.

બેંકને કરો ઈન્ફોર્મ

જો તમને કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય, તો તમારી બેંકને જાણ કરી દો. મોટાભાગના કિસ્સાઓમાં બેંકો તમારી પાસે ડિસ્પ્યૂટ ફોર્મ ભરાવશે. આ ફોર્મમાં સામાન્ય રીતે તમારે ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ, તારીખ, ID અને એક લેખિત સ્ટેટમેન્ટ આપવાનું હોય છે. જેમાં એ કન્ફર્મ કરવાનું હોય છે કે તમે આ ચુકવણીને મંજૂરી આપી હતી કે નહીં. તપાસ માટે આ પ્રોસેસ જરૂરી છે.

તમારા કેસને મજબૂત બનાવવા માટે તમામ ઓફીશિયલ ચેનલ પર તમારી ફરિયાદ નોંધાવો જેમ કે બેંકની કસ્ટમર કેર સર્વિસ અને RBI ની મેનેજમેન્ટ સિસ્ટમ. આ ઉપરાંત તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફોર્મલ FIR પણ નોંધાવી શકો છો.

સેવ કરીને રાખો રેકોર્ડ

ફ્રોડ સાથે જોડાયેલી બધી માહિતી સાચવો, જેમાં ટેક્સ્ટ એલર્ટ, FIR કોપી, ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ અને બેંક સાથે એક્સચેન્જ કરેલી ઇમેઇલનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ્સ તમને તમારા ક્લેમને સમર્થન આપવામાં અને બેંકની શરતો અને RBI નિયમોના આધારે તમારા પૈસા વસૂલવામાં મદદ કરી શકે છે.

ફોલોઅપ લેવું જરૂરી

 બધા દસ્તાવેજો સબમિટ કર્યા પછી બેંક પાસેથી ફોલો-અપ લો. ચાર્જબેક ટાીમલાઈન પર નજર રાખો. ચેક કરતા રહો કે એમાઉન્ટ રિવર્સ થઈ કે નહીં અને તમારા આગળના સ્ટેટમેન્ટને ધ્યાનથી રિવ્યૂ કરો. સતર્ક રહેવાથી ખાતરી થાય છે કે કોઈ નવી સમસ્યા ઊભી ન થાય. બેંકો સામાન્ય રીતે ફરિયાદ નોંધાવ્યાના 7 થી 45 દિવસની અંદર તપાસ કરે છે.

જરૂરી નથી કે ફરિયાદ કરવાથી તમાને તમારી રિફંડની ગેરંટી મળી જાય. પરંતુ એક સાચા યોગ્ય સમયે લીધેલા નિર્ણયમાં પોઝિટિવ રિઝલ્ટની શક્યતાઓ વધી જાય છે.


આ પણ વાંચો: Home Loan થશે હવે વધુ સસ્તી! RBIએ ક્રેડિટ સ્કોરના નિયમોમાં કર્યો ફેરફાર

  • Follow us on: