ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી લોકો તેમના રિફંડની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે ફાઈનાન્સિયલ યર 2024-25 માટે મોટાભાગના ITR ફાઇલ કરનારાઓને તેમના રિફંડ મળી ગયા છે, પરંતુ ઘણા ટેક્સપેયર્સ એવા છે જેમના ખાતામાં હજુ સુધી રિફંડના પૈસા જમા નથી થયા. રિફંડ મેળવવામાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે?

સોમવારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જણાવ્યું હતું કે કેટલાક રિફંડ ક્લેમને વધુ કાળજીપૂર્વક રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે કારણ કે તે "હાઈ-વેલ્યૂ" અથવા "રેડ-ફ્લેગ" કેટેગરીમાં આવે છે. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે ચોક્કસ કપાત માટેની વિનંતીઓ શામેલ હોય છે, જેને અપ્રૂવલ પહેલા ચેક કરવાની જરૂર પડે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અનુસાર, ડિસેમ્બર 2025 સુધીમાં બધા સાચા રિફંડ જારી થવાની અપેક્ષા છે.

કેવી રીતે ચેક કરવું ક્લેમ સ્ટેટસ?

જો તમે તમારું ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) પહેલા જ ફાઇલ કરી દીધું છે અને રિફંડ માટે એલિજેબલ છો, તો હવે તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)નો ઉપયોગ કરીને તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. ઈનકમ ટેક્સ ડિપાર્યમેન્ટે ટેક્સપેયર્સને ઈ-ફાઇલિંગ પોર્ટલ અને NSDL-TIN વેબસાઇટ દ્વારા સ્ટેટસ ચેક કરવાની મંજૂરી આપી છે.

સૌપ્રથમ, તમારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઇન કરવાની જરૂર છે. અહીં, તમને ઈ-ફાઇલિંગ કેટેગરીમાં આવકવેરા રિટર્ન ઓપ્શન દેખાશે. અહીં "View Filed Return" પર ક્લિક કરવાથી તમારા ક્લેમનું સ્ટેટસ દેખાશે. તમારું રિફંડ જમા થાય તે પહેલાં એ ખાતરી કરવી જરૂરી છે કે તમારું બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટેડ હોય, તમારું રિટર્ન યોગ્ય રીતે ફાઇલ કરવામાં આવ્યું છે, અને તમારું ITR ઈ-વેરિફાઇડ છે.

એક ક્લિક પર મળશે સંપૂર્ણ માહિતી

NSDL-TIN વેબસાઇટ પર તમે તમારા રિફંડને ટ્રેક કરી શકો છો. તમારો PAN દાખલ કર્યા પછી અને એસેસમેન્ટ યર સિલેક્ટ કર્યા પછી, પેજ પર રિફંડની વિગતો દેખાશે, જેમાં રિફંડ જારી કરવામાં આવ્યું છે કે નહીં, રકમ અને વપરાયેલી પદ્ધતિ એટલે કે ચેક અથવા NEFTની વિગતો પણ દેખાશે. જેમ જેમ ડિપાર્ટમેન્ટ પોતાની તપાસ આગળ વધારશે તેમ તેમ ટેક્સપેયર્સ પોતાના રિફંડનું સ્ટેટસને ઓનલાઈન ટ્રેક કરી માહિતી મેળવી શકશે.


આ પણ વાંચો: Alert! 30 નવેમ્બરની ડેડલાઇન ચૂકી જશો તો પસ્તાશો, જુઓ કયા કામ છે જરૂરી