YouTube પર કન્ટેન્ટ બનાવીને પૈસા કમાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નવા સર્જકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ દર 10,000 વ્યૂઝ પર કેટલા પૈસા કમાઈ શકાય છે. તેનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે કમાણી ઘણા ફેક્ટર્સ પર આધાર રાખે છે. આવો તેને સરળ ભાષામાં સમજીએ.


આવકનો સૌથી મોટો સ્ત્રોત છે  જાહેરાત

YouTubeની આવકનો સૌથી મોટો સ્ત્રોત AdSense છે, એટલે કે વીડિયોઝ પર પ્રદર્શિત થતી જાહેરાતો. જ્યારે પણ તમારો વીડિયો જોવામાં આવે છે ત્યારે જાહેરાત ચાલે છે. YouTube તમને જાહેરાતથી થતી આવકનો એક ભાગ આપે છે. YouTube તેની આવકનો આશરે 55% ભાગ ક્રિએટર્સને આપે છે, બાકીનો 45% હિસ્સો પોતાની પાસે રાખે છે. જોકે, દરેક વીડિયો સરખી આવક નથી આપતો. અહીં બે મહત્વપૂર્ણ ટર્મ્સ કામ કરે છે જે છે CPM અને RPM.

કેવી રીતે થાય છે આવકની ગણતરી?

CPM (Cost Per Mille) દર્શાવે છે કે જાહેરાતકર્તા 1,000 જાહેરાતો માટે કેટલી ચૂકવણી કરે છે. તેનો સંબંધ જાહેરાતકર્તા સાથે છે. CPM દેશ અને કેટેગરી પ્રમાણે બદલાય છે, જેમાં ફાઇનાન્સ, ટેક અને બિઝનેસ વીડિયોઝમાં સૌથી વધુ CPM હોય છે. RPM (Revenue Per Mille) એ ક્રિએટરને 1,000 વ્યૂઝ દીઠ થતી કમાણીની રકમ છે. RPM = YouTubeના કટ પછી બાકી રહેલી રકમ + જાહેરાત જોવાયાની ટકાવારી વચ્ચેની રકમ છે.

ભારતમાં સરેરાશ YouTube RPM 20 રૂપિયાથી લઈ 80 રૂપિયા સુધીની હોય છે. જે વીડિયો કઈ કેટેગરીના છે અને તેની audience ભારતની છે કે બહારની, વીડિયોની લંબાઈ અને કેટલા લોકો જાહેરાતો સ્કીપ નથી કરતા તેના પર આધાર રાખે છે. સરેરાશ, ભારતમાં પ્રતિ 10,000 વ્યૂઝની કમાણી 200 રૂપિયાથી લઈ 800 રૂપિયા સુધીની હોઈ શકે છે.

વીડિયોની કેટેગરી છે મહત્વની

જો વીડિયો ટેક, ફાઇનાન્સ અથવા શિક્ષણ જેવી હાઈ CPM કેટેગરીનો હોય તો કમાણી 1500 રૂપિયા સુધી થઈ શકે છે. Entertainment કે vlog-type videosમાં સૌથી ઓછી કમાણી હોય છે.

આ પણ વાંચો: Personal Loan Tips: પર્સનલ લોન લેતા પહેલા સાવધાન! આ 3 ભૂલો તમારા ખિસ્સા ખાલી કરી શકે છે



  • Follow us on: