લોકોને ઘણીવાર લગ્ન, બાળકોના ઉચ્ચ શિક્ષણ, મકાન અને મેડિકલ ઈમરજન્સી માટે તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કેટલાક લોકો ઈમરજન્સી ફંડ બનાવીને રાખે છે. જોકે, ઘણા લોકો પાસે આવું ફંડ હોતું નથી. નાણાકીય જ્ઞાનનો અભાવ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઈમરજન્સી ફંડના અભાવે, લોકો ઘણીવાર બેંકમાંથી પર્સનલ લોન લેતા હોય છે.


જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો કોઈપણ સમસ્યાઓ અને નાણાકીય નુકસાન ટાળવા માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ બાબતોની અવગણના કરવાથી ઘણા લોકો દેવાની જાળમાં ફસાઈ જાય છે. કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખીને, તમે મુશ્કેલીથી બચી શકો છો...

બિનજરૂરી ખર્ચ માટે પર્સનલ લોન લેવી

નાણાકીય સમજણના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક એ છે કે તમે કયા કારણોસર લોન લઈ રહ્યા છો તે સમજવું. તમારે આવશ્યક અને વ્યર્થ ખર્ચ વચ્ચેનો તફાવત જાણવો જોઈએ. તમારે ફક્ત લગ્ન, બાળકોના ઉચ્ચ શિક્ષણ, મકાન અને મેડિકલ ઈમરજન્સી માટે જ પર્સનલ લોન લેવાની યોજના બનાવવી જોઈએ. ઘણા લોકો મુસાફરી, મોંઘા ફોન અથવા અન્ય ખરીદી માટે વ્યક્તિગત લોન લે છે આ ટાળવું જોઈએ.

EMIની કરો સમયસર ચૂકવણી

પર્સનલ લોન લેતી વખતે, તમારે તમારા માસિક બજેટને EMI સાથે મેનેજ કરવું જોઈએ. જો તમારા બજેટમાં EMI રકમ સમાવેશ નથી થઈ શકતી તો તમારે લોનનો ટેન્યોર લંબાવવાનું વિચારવું જોઈએ. સમયસર EMI ચૂકવવામાં નિષ્ફળતા તમારા CIBIL સ્કોરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

પર્સનલ લોનનું પ્રીપેમેન્ટ કરો

જો તમને એક સાથે મોટી રકમની આવક થઈ છે, તો સૌથી પહેલા તમારી પર્સનલ લોનનું પ્રીપેમેન્ટ કરવામાં અચકાશો નહીં. આનાથી ચોક્કસ કેટલાકો ચાર્જ લાગી શકે છે, પરંતુ તે તમને વ્યાજ ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Post Office Scheme: એક વાર બસ કરો રોકાણ...વ્યાજમાંથી જ કમાઇ લેશો લાખો રૂપિયા, જાણો શું છે સ્કિમ

  • Follow us on: