ટેસ્ટ ક્રિકેટની રમતનું સૌથી જૂનું અને લાંબુ ફોર્મેટ છે. તેમજ ક્રિકેટએ સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટ જોવા માટે ઘણા ફેન્સ મોંઘી મોંઘી ટિકિટો ખરીદી સ્ટેડિયમમાં મેચ જોવા જાય અને મેચનો આનંદ માણે છે. હાલમાં, જ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચમાં શુભમન ગિલે તેના શાનદાર બેટિંગથી ફેન્સના દિલ જીતી લીધા હતા.


ક્રિકેટમાં બેટ્સમેન અને બોલર બંનેની રિયલ પરીક્ષા હોય છે. ઘણી વખત આ ફોર્મેટ અંગે ફેન્સના મનમાં સવાલો આવે છે કે એક બોલર એક મેચમાં કેટલી ઓવર ફેંકી શકે છે?

ICC નિયમો શું?

ICC ના નિયમો અનુસાર, ટેસ્ટ મેચમાં બોલર દ્વારા ફેંકવામાં આવતી ઓવરોની કોઈ લિમિટ હોતી નથી, એટલે કે કોઈપણ બોલર ગમે તેટલી ઓવર નાખી શકે છે. જો કોઈ બોલર થાકેલો ન હોય અને સારી બોલિંગ કરી રહ્યો હોય, તો કેપ્ટન તેને વારંવાર બોલ આપી શકે છે. જોકે, બોલરના થાક અને ફિટનેસના આધારે કેપ્ટન તેને આરામ પણ આપે છે.

એક દિવસમાં કેટલી ઓવર નાખવાની હોય?

ઝડપી બોલરોને સામાન્ય રીતે 5-7 ઓવરના ટૂંકા સ્પેલ આપવામાં આવે છે જેથી તેઓ વધુ થાકી ન જાય. સ્પિન બોલરો ક્યારેક સતત 10-15 ઓવર ફેંકતા હોય છે. એક દિવસમાં કુલ 90 ઓવર નાખવાની હોય છે, તેથી કેપ્ટને બધા બોલરો વચ્ચે ઓવરો યોગ્ય રીતે વહેંચવાની હોય છે. તે બધું ટીમની રણનીતિ પર આધાર રાખે છે કે બોલર કેટલી ઓવર ફેંકશે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઓવર ફેંકવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સોની રામાદિનના નામે છે. રામાદિન એક મેચમાં 129 ઓવર ફેંકી ચૂક્યો છે.


  • Follow us on: