આજકાલ ડિજિટલનો જમાનો છે, દરેક લોકો પોતાના ફોન સાથે ફોટોગ્રાફર બની ગયા છે. લોકો ગમે ત્યાંના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મુકી દેતા હોય છે. એવામાં પ્રાઈવસી એક મોટો ખતરો બની ગઈ છે.
હાલમાં, જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં થોડા સોમય પહેલા શ્રદ્ધા કપૂર પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે એક ફલાઈટમાં બેસીને વાત કરતી જોવા મળી રહી હતી. ત્યારે ફલાઈટમાં રહેલી એર-હોસ્ટેસે બંનેની પરવાનગી વગર તેમનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પહેલા પણ આવા કેસ બની ચૂક્યા છે
સેલેબ્રિટીઝના પર્સનલ વીડિયો વાયરલ થવો એ કોઈ નવો મામલો નથી, આ પહેલા ઘણા સેલેબ્સના ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. એક વાર તો આલિયા ભટ્ટ તેના રૂમમાં બેઠી હતી, તેના સામેવાળા ઘરમાંથી કોઈએ તેના ફોટોઝ લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા, તેને લઈને ઘણો હંગામો મચી ગયો હતો. હવે શ્રદ્ધા અને તેના બોયફ્રેન્ડનો વીડિયો ફલાઈટમાંથી છુપાઈને રેકોર્ડ કરી અપલોડ કરવાવાળી એરહોસ્ટેટને શું સજા મળશે? જાણો
ભારતીય કાયદામાં પ્રાઈવસી માટે નિયમો
ભારતીય સંવિધાન અનુચ્છેદ 21 હેઠળ, કોઈને પણ પોતાની પ્રાઈવસીનો પુરો અધિકાર છે. વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.એસ.પુટ્ટસ્વામી ભારત સરકાર આ મામલે પ્રાઈવસીને મૌલિક આધાર માનવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થાય છે કે ગમે તે વ્યકિતની તેની પરવાનગી લીધા વગર ફોટો લેવો અથવા તેની પ્રાઈવસીનું ભંગ કરવો એ ગુનો છે. જો તસવીરો એવી હોય જે શર્મનાક હોય અથવા માનસિક રીતે હેરાન કરતી હોય તો કાનૂનની નજરે આ એક ગુનો છે.
શું છે સજા?
ભારતીય ન્યાય સંહિતાની ધારા 72 (2) હેઠળ જો કોઈ તમારો પીછો કરે છે અથવા તમારી તસવીરો લઈને વાયરલ કરે છે અથવા હેરાન કરે છે તો આ એક ગુનો છે. આવા મામલામાં પહેલા 1-3 વર્ષની સજા થાય છે સાથે દંડ પણ ભરવો પડે છે. બીજીવાર થાય તો 3-7 વર્ષની જેલ અને દંડ લાગુ પડે છે.