વિશ્વના ધનિકો વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વના સૌથી વધુ દેવાદાર લોકો ક્યાં રહે છે? એક રિપોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક નવા રેન્કિંગમાં આ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વૈશ્વિક યાદીમાં સ્વિટ્ઝર્લૅન્ડ ટોચના સ્થાને છે, જ્યાં પ્રતિ વ્યક્તિ (માથાદીઠ) દેવું સૌથી વધુ નોંધાયું છે. આ રેન્કિંગમાં સરકાર, ઘરગથ્થુ અને કોર્પોરેટ ક્ષેત્રના કુલ દેવાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, જેમાં સ્વિટ્ઝર્લૅન્ડના પ્રત્યેક રહેવાસી પર અંદાજે $342,240 એટલે કે આશરે ₹32.5 મિલિયન (3.25 કરોડ રૂપિયા)નું કુલ દેવું છે. બીજી તરફ, આ યાદીમાં ભારત સૌથી નીચેના ક્રમે છે.
ટોચના દેશોની સ્થિતિ અને આંકડા
વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ડેટાના આધારે તૈયાર કરાયેલી આ યાદીમાં 39 અર્થતંત્રોની તુલના કરવામાં આવી છે. બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) અને સંયુક્ત રાષ્ટ્રના વસ્તી અંદાજોના આધારે સંકલિત આ ડેટા દર્શાવે છે કે વિકસિત યુરોપિયન દેશો આ યાદીમાં મોખરે છે. સ્વિટ્ઝર્લૅન્ડ બાદ બીજા ક્રમે નોર્વે છે, જ્યાં માથાદીઠ દેવું $273.856 છે. નેધરલેન્ડ ($224,157) અને યુનાઇટેડ સ્ટેટ્સ ($224,032) લગભગ સમાન સ્તરે છે, જ્યારે ડેમાર્ક $195,365 સાથે ટોચના પાંચ દેશોમાં સામેલ છે.
