આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેનો આકર્ષક 8.2 ટકાનો વ્યાજ દર છે, જે હાલમાં અન્ય ઘણી નાની બચત યોજનાઓ કે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા ઘણો વધારે છે.
રોકાણના નિયમો અને પાત્રતા
આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. એક પરિવારમાં મહત્તમ બે દીકરીઓ માટે ખાતું ખોલી શકાય છે, પરંતુ જોડિયા સંતાનોના કિસ્સામાં બે થી વધુ ખાતાની છૂટ મળે છે. રોકાણની વાત કરીએ તો, વર્ષમાં ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે. આ યોજનામાં રોકાણકારને આવકવેરામાં પણ રાહત મળે છે, કારણ કે તે સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે કે તેના પર મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી
.
મેચ્યોરિટી અને ઉપાડની સુવિધા
સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પાકે છે. જોકે, આ યોજનામાં રોકાણ માત્ર પ્રથમ 15 વર્ષ માટે જ કરવાનું હોય છે, બાકીના ૬ વર્ષ સુધી ખાતા પર વ્યાજ મળતું રહે છે. જો દીકરી 18 વર્ષની થાય અને તેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવે, તો નિયમો અનુસાર ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે અને રકમ ઉપાડી શકાય છે. આ સુવિધા વાલીઓને દીકરીના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સમયે મોટી નાણાકીય સહાય પૂરી પાડે છે.
₹69 લાખનું ફંડ કેવી રીતે બનશે?
જો તમે તમારી એક વર્ષની દીકરીના નામે આ યોજનામાં દર મહિને ₹12500 (એટલે કે વાર્ષિક ₹150000) નું રોકાણ કરો છો, તો 15 વર્ષના રોકાણ ગાળા દરમિયાન તમારી કુલ જમા રકમ ₹22.5 લાખ થશે. 8.2 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મુજબ, 21 વર્ષની પાકતી મુદતે આ રકમ વધીને અંદાજે ₹69,27,578 થઈ જશે. આમ, દર મહિને નાની બચત કરીને તમે તમારી દીકરી માટે એક મોટું ભંડોળ એકઠું કરી શકો છો, જે તેના સપના પૂરા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
