રુબલ નાગીને સન્માન તરીકે 9 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. તેઓએ ઝૂંપડપટ્ટીમાં 800થી વધુ શિક્ષણ કેન્દ્રો ચલાવી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યુ છે.
'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026'નું ઇનામ
ભારતીય શિક્ષિકા અને લોકપ્રિય કલાકાર રૂબલ નાગીએ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પ્રતિષ્ઠિત 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' જીતીને વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેણીને 9 કરોડ રૂપિયાથી વધુનું ઇનામ આપવામાં આવ્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ, શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે તેણીને આ વૈશ્વિક પુરસ્કાર એનાયત કર્યો હતો.
કલાને ફેરવી સમાજ સેવામાં
રૂબલ નાગીનો જન્મ 8 જુલાઈ, 1980 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તે એક કુશળ શિલ્પકાર, કલા સ્થાપન નિષ્ણાત અને ચિત્રકાર છે. રૂબલ નાગીએ પોતાની કલાને સમાજ સેવાના માધ્યમમાં ફેરવી છે. 2017માં તે રાષ્ટ્રપતિ ભવન સંગ્રહાલયમાં પ્રદર્શન માટે આમંત્રિત થયેલી પ્રથમ કલાકાર બની હતી. રૂબલ નાગીએ 24 વર્ષ પહેલાં માત્ર એક નાના રૂમ અને 30 બાળકોથી શિક્ષણ પ્રત્યેના પોતાના જુસ્સાની શરૂઆત કરી હતી.
પર્યાવરણીય જાગૃતિ વિશે પણ શિક્ષણ
તેમની સંસ્થા, રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન, ભારતભરમાં 800થી વધુ શિક્ષણ કેન્દ્રો સફળતાપૂર્વક ચલાવે છે. આ કેન્દ્રો એવા બાળકો સુધી પહોંચે છે જેમને ક્યારેય શાળાએ જવાની તક મળી નથી. રૂબલ નાગીને ઝૂંપડપટ્ટીની દિવાલોને શૈક્ષણિક ભીંતચિત્રોમાં રૂપાંતરિત કરવા માટે વૈશ્વિક માન્યતા મળી છે. તે દિવાલ ચિત્રો બનાવે છે જે બાળકોને રમતિયાળ રીતે સાક્ષરતા અને અંકગણિત શીખવે છે. આ ચિત્રો બાળકોને માત્ર શિક્ષણ વિશે જ નહીં પરંતુ જાહેર આરોગ્ય અને પર્યાવરણીય જાગૃતિ વિશે પણ શિક્ષિત કરે છે.
'ધ સ્લમ ક્વીન' નામનુ પુસ્તક પ્રકાશિત
2022માં, રૂબલ નાગીએ તેનું પુસ્તક 'ધ સ્લમ ક્વીન' પ્રકાશિત કર્યુ હતુ. જેમાં તે તેના અનુભવો શેર કરે છે. તે દિવાલ કલા દ્વારા વિજ્ઞાન અને ઇતિહાસ જેવા જટિલ વિષયોને સરળ રીતે રજૂ કરે છે. તેનું કાર્ય સાબિત કરે છે કે શિક્ષણ ફક્ત ચાર દિવાલોની અંદર જ નહીં પણ ખુલ્લા આકાશ નીચે દિવાલો પર પણ આપી શકાય છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ સન્ની વર્કી દ્વારા સ્થાપિત વર્કી ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડની 10મી આવૃત્તિ 2026 માં યોજાઈ હતી, જ્યાં તે GEMS એજ્યુકેશનના સહયોગથી રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Telanganaમાં Jyotiba Phuleની પ્રતિમા ક્ષતિગ્રસ્ત, Chhagan Bhujbalનો Amit Shahને પત્ર
