થોડા વર્ષોમાં જ ભારતે ઘણી પ્રગતિ કરી લીધી છે, અને દુનિયાનું સૌથી તાકાતવર રેલવે એન્જિનનું નિર્માણ કર્યું છે. ભારતીય રેલવે મુખ્યત્વે બે રીતથી રેલ એન્જિનની સેવાઓ હોય છે એક ઈલેક્ટ્રિકલ એન્જિન અને બીજુ ડીઝલ એન્જિન.


તે સિવાય ખાસ મોકા પર સ્ટીમ ટ્રેન ચલાવામાં આવે છે. ભારતીય રેલવેમાં સૌથી શક્તિશાળી એન્જિન માલગાડીને ખેંચવા માટે ઉપયોગ થાય છે. ભારત પાસે દુનિયાના સૌથી શક્તિશાળી રેલવે એન્જિન જાણો તેની ખાસિયતો શું છે?

 માલગાડીનું વજન કેટલું?

ભારતમાં માલગાડી ખેંચવા માટે સૌથી શક્તિશાળી એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. માલગાડીનું વજન હજારો ટન હોય છે અને એક યાત્રી ગાડીની સરખામણીએ વજન વધારે હોય છે. એટલા માટે તેને ખેંચવા માટે શક્તિશાળી એન્જિનની જરૂર પડે છે. વર્ષ 2020માં મે ની શરૂઆત સુધી WAG 11 ભારતીય રેલવેનું સૌથી શક્તિશાળી એન્જિન હતું, તેની ક્ષમતા 11,000 હોર્સ પાવર હતી.

WAG 12Bની ખાસિયત શું?

પરંતુ તેના પછી WAG 12B આવ્યું જેને દુનિયાનું સૌથી શક્તિશાળી એન્જિન માનવવામાં આવે છે. 18 મે 2020એ આ એન્જિન પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનથી શિવપુરની પહેલી યાત્રા કરી હતી. આ પૂરી રીતે ઈલેક્ટ્રિક એન્જિન છે જેની કુલ ક્ષમતા 12000 હોર્સ પાવર છે. આ સમયનું આ ભારતનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન છે. આ વિશ્વનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિનની લિસ્ટમાં સામેલ છે. WAG 12B એક ટ્વિન સેક્શન લોકોમોટિવ છે જે બ્રોડ ગેજ પર દોડાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનું વ્હીલ મેનેજમેન્ટ Bo’Bo’+Bo’Bo’ કેટેગરીનું છે.

WAG 12B એન્જિનનું વજન લગભગ 180 ટન છે અ આ 6000 ટન વજનવાળી ટ્રેનને ખેંચી શકે છે જેની સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. આ એન્જિનની ખાસ વાત એ છે કે જો લોડ ઓછો હોય તો એન્જિન બંધ કરીને પણ કામ થઈ શકે છે, જેની લંબાઈ 35 મીટર છે અને તેમાં 1000 લીટર હાઈ કંપ્રેસર કેપેસિટીના બે MR ટેન્ક લગાવવામાં આવ્યા છે.


  • Follow us on: