ચોકલેટના તો બધા દિવાના હોય છે ચોકલેટ મોટી ઉંમરના લઈને નાના બાળકો સુધી બધાને ભાવે છે. ચોકલેટ વધારે તો નાના બાળકો વધારે ખાય છે. ચોકલેટની કિંમત 1 રુપિયાથી લઈને હજારો સુધીની હોય છે.


તમને આજે એવી ચોકલેટ વિશે જણાવા જઈ રહ્યા છીએ જે જેને ખરીદતી વખતે અમીર લોકો પણ પરસેવો પાડી દે છે. આ ચોકલેટની કિંમતમાં, તમે હવેલી અથવા મોંઘી કાર ખરીદી શકો છો. તો ચાલો જાણીએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ વિશે...

આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ

જો તમે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ શોધી રહ્યા છો, તો તમારે પહેલા તેની કિંમત જાણવી જરૂરી છે. અમે વાત કરી રહ્યા છીએ ઇક્વાડોરની તોઆક ચોકલેટ વિશે. આ ચોકલેટ એટલી મોંઘી છે કે મુકેશ અંબાણી જેવા ધનિક લોકોએ પણ તેને સંપૂર્ણ ખરીદતા પહેલા એક વાર વિચારવું પડશે. અહેવાલો અનુસાર, આ ચોકલેટના એક બારની કિંમત 685 ડોલર (લગભગ 60,000 રૂપિયા) છે. તમે આ આખી ચોકલેટની કિંમતનો અંદાજ લગાવી શકો છો, જે કરોડોમાં હોઈ શકે છે.

બીજા ક્રમની સૌથી મોંઘી ચોકલેટ

આ યાદીમાં બીજા ક્રમની સૌથી મોંઘી ચોકલેટ પણ છે. આ DeLeFee નું ગોલ્ડ ચોકલેટ બોક્સ છે. આ ચોકલેટ બોક્સની કિંમત 508 ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 45000 રૂપિયા થાય છે. આ સ્વિસ ચોકલેટ છે, જેના દરેક બોક્સમાં સોનાથી કોટેડ ચોકલેટના આઠ બાર છે. આ ઉપરાંત, Amedei Porcelana ડાર્ક ચોકલેટ ત્રીજા નંબરે આવે છે. આ ચોકલેટ પણ સામાન્ય માણસની પહોંચમાં નથી, આ ચોકલેટની કિંમત લગભગ 90 ડોલર છે.

  • Follow us on: