કોઈપણ સંભવિત નુકસાન કે જોખમ સામે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે વીમો કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘર, વાહન, જીવન કે સ્વાસ્થ્યનો વીમો લે છે. પરંતુ દુનિયામાં કેટલાક વીમા એવા છે જેની કિંમત એટલી ઊંચી હોય છે કે તેની રકમ જાણીને તમને આશ્ચર્ય થશે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજના સમયમાં સૌથી મોંઘા વીમાઓમાંનો એક સેલિબ્રિટીઓનો શરીરના ખાસ ભાગો જેમ કે પગ, અવાજ, આંખો, અને વાળનો વીમો છે.

વિશ્વનો સૌથી મોંઘો વીમો

તેમાં સૌથી મોટું નામ ઈંગ્લેન્ડના ફેમસ ફૂટબોલર ડેવિડ બેકહામનું છે જેણે લગભગ 195 મિલિયન માં પોતાના પગનો વીમો કરાવ્યો હતો. તેના કરિયરની ઓળખ અને સફળતા તેમના પગ સાથે જોડાયેલી હોવાથી, કોઈ ઈજા કે ગંભીર અકસ્માતની સ્થિતિમાં તેના કરિયરને મોટું નુકસાન થઈ શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને, તેણે આ મોંઘો વીમો કરાવ્યો.

અમેરિકન ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેઝનો કિસ્સો વધુ ચોંકાવનારો છે. વેનિટી ફેરના એક અહેવાલ મુજબ, તેણે 300 મિલિયન ડોલરમાં તેના શરીરનો વીમો કરાવ્યો હતો. આ વિશ્વના સૌથી મોંઘા વ્યક્તિગત વીમામાં ગણાય છે. એવું કહેવાય છે કે તેનું શરીર અને પરફોમન્સ સ્ટાઈલ તેની બ્રાન્ડ વેલ્યુનો મુખ્ય ભાગ છે. કોઈપણ પ્રકારની ઈજા તેના કરિયર પર સીધી અસર કરી શકે છે.

દુનિયાભરમાં પોતાના અવાજ અને ઉચ્ચ સ્વર માટે જાણીતી મારિયા કેરીએ પોતાના અવાજ અને પગનો લગભગ $70 મિલિયનનો વીમો કરાવ્યો હતો. એક અહેવાલ મુજબ, આ વીમો એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી કોઈ પણ શારીરિક નુકસાનના કિસ્સામાં તેને નાણાકીય નુકસાનથી બચાવી શકાય.

વીમા આટલા મોંઘા કેમ છે?

આવા વીમા ખૂબ મોંઘા હોય છે કારણ કે તે માત્ર ભૌતિક નુકસાનને જ આવરી લેતા નથી, પરંતુ તેની પાછળ છુપાયેલા બ્રાન્ડ મૂલ્ય, જાહેરાત, કરિયર અને કરોડોની કમાણીને પણ આવરી લે છે. વીમા કંપનીઓ તેમનું મૂલ્યાંકન ઘણા સ્તરો પર કરે છે, જેમાં તેમની લોકપ્રિયતા, આવક, પબ્લિક એપિરિયન્સ અને ભવિષ્યની સંભાવનાઓ સામેલ છે.


  • Follow us on: