જ્યારે વિમાનો હજારો અને લાખો કિલોમીટરની મુસાફરી કર્યા પછી નિવૃત્ત થાય છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તેમની વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. તેના બદલે કેટલાક નિવૃત્ત વિમાનો કાયમ માટે જમીનમાં પાર્ક કરવામાં આવે છે, જ્યારે કેટલાકને રિન્યૂ કરવામાં આવે છે. 


સામાન્ય રીતે એક વિમાન 25 થી 30 વર્ષ સુધી ઉડાન ભર્યા પછી નિવૃત્ત થાય છે. નિવૃત્તિ પછી મોટાભાગના વિમાનો એરક્રાફ્ટ ગ્રેવયાર્ડમાં પહોંચી જાય છે. વિશ્વના સૌથી મોટા આવા યાર્ડ્સ અમેરિકાના એરિઝોના અને કેલિફોર્નિયામાં છે જ્યાં ઘણા-બધા વિમાનો રણની જમીન પર એક લાઈનમાં ઉભા જોવા મળે છે. ભારતમાં પણ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સમાન સ્ટોરેજ ડેપો છે.

જૂના વિમાનોની માગ વધારે હોય

નિવૃત્તિ પછી વિમાનના ભાગોની ભારે માગ હોય છે. બજારમાં વિમાનના સ્પેરપાર્ટ્સની ભારે માગ હોય છે. બોઇંગ 747 જેવા જૂના વિમાનનો ભંગાર પણ 2 થી 5 કરોડ રૂપિયામાં વેચાય છે. તેના એન્જિન 10 થી 25 કરોડ રૂપિયામાં, ટાયર 1 થી 2 લાખ રૂપિયામાં અને સીટો પણ 15 થી 50 હજારમાં હરાજી થાય છે.

જૂના વિમાનોને ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સેટ માટે ખરીદે છે. તો ક્યારેક તેને કાફે કે રેસ્ટોરેન્ટમાં બદલી દેવામાં આવે છે. મુંબઈમાં એક જૂના વિમાનનું રેસ્ટોરેન્ટ બની ચૂક્યું છે. તેમજ ન્યૂઝીલેન્ડમાં 70 વર્ષ જૂનું વિમાન અને તે એક કાફેની રીતે કામ કરે છે.

 જૂના વિમાનો ઉપયોગ ઘણી-બધી રીતે થાય

નિવૃત થઈ ગયેલા વિમાનોને ફાયર બ્રિગેડ ટ્રેનિંગ માટે ઉપયોગ કરે છે. ફાયર બ્રિગેડની ટ્રેનિંગ માટે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર એરપોર્ટ પર આવા સેટ-અપ બનાવવામાં આવ્યા છે. જ્યાં જૂના વિમાનથી રિયલ ટાઈમ પ્રેક્ટિક્લ ટ્રેનિંગ આપવવામાં આવે છે. તેમજ જૂના વિમાનોને પ્રદર્શન માટે પણ રાખવવામાં આવે છે. બેંગ્લોરમાં એક મ્યૂઝિયમમાં 20 વર્ષથી વદારે જૂના વિમાનો રાખવવામાં આવ્યા છે. એમ જ આવા વિમાનોને અવિએસન ઈતિહાસ રીતે સંરક્ષિત કરવામાં આવ્યા છે.

જૂના વિમાનની કિંમત શું?

નિવૃત્તિ પછી, એરલાઇન્સ વિમાનની કિંમતના 30 થી 50 ટકા વસૂલ કરે છે. આનું એક ખાસ ઉદાહરણ એ છે કે ઇન્ડિગોએ 2022માં 14 વર્ષ જૂના વિમાન વેચીને લગભગ 300 કરોડ રૂપિયા કમાયા હતા. વિમાનની 90 ટકા મટિરિયલ જેમ કે એલ્યુમિનિયમ, વાયરિંગ અને અન્ય સાધનો રિસાયકલ કરવામાં આવે છે.


  • Follow us on: