ભૂકંપ એક એવી પ્રાકૃતિક આફત છે જેનાથી દરેક લોકોને ડર લાગે છે. દિલ્હીમાં ગુરુવારે 4.4 તીવ્ર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાના કારણે દિલ્હીમાં જ નહી એનસીઆરની આજુબાજુના રાજ્યોમાં લોકોને તેના આંચકા અનુભવાયા હતા.


જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણા મગજમાં એક સવાલ આવે છે કે તે સમય દરમિયાન ધરતી પર શું થાય છે જેનાથી ભારે તબાહી થઈ જાય છે. તમે Earthquake વિશે સાંભળ્યું હશે પણ શું તમે Spacequake વિશે સાંભળ્યું છે?

પૃથ્વી પર ભૂકંપ કેવી રીતે આવે?

જેમ આપણી પૃથ્વી પર ભૂકંપ આવે છે તેવી જ રીતે અવકાશમાં પણ ભૂકંપ આવે છે, જેને અવકાશ ભૂકંપ કહેવામાં આવે છે. જોકે અવકાશમાં ભૂકંપનું કારણ પૃથ્વી પર આવતા ભૂકંપથી સંપૂર્ણપણે અલગ છે. પૃથ્વી પર ભૂકંપ ટેક્ટોનિક પ્લેટોને કારણે થાય છે. જ્યારે પૃથ્વીની અંદરની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે આપણે ધ્રુજારી અનુભવીએ છીએ, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. અવકાશમાં આવું થતું નથી.

Spacequake કેવી રીતે થાય છે?

પૃથ્વી પર ભૂકંપ ટેક્ટોનિક પ્લેટોને કારણે થાય છે. જ્યારે પૃથ્વીની અંદરની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે આપણે ધ્રુજારી અનુભવીએ છીએ, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. અવકાશમાં આવું થતું નથી. મૈગ્નોસ્ફીયર કે ચુંબકીય ક્ષેત્રનું કામ પૃથ્વી અને અંતરિક્ષમાં આવતી હાનિકારક કિરણો અને રેડિએશનથી બચાવવાનું છે. જો કે ઘણીવાર સૂરજ નીકળવા પર હવાઓની સ્પીડ વધી જાય છે અને તે ચુંબકીય ક્ષેત્રથી અથડાય જાય છે જેનાથી ખેચાણ ઉત્પન્ન થાય છે તેનાથી Spacequake થાય છે.

સામાન્ય રીતે પૃથ્વી પર થતા ભૂકંપો ઘણા પ્રકારના નુકસાનનું કારણ બને છે, જેમાં ઇમારતો ધરાશાયી થવી અને જમીન પર તિરાડો પડવી જવી. જો કે, અવકાશમાં થતા ભૂકંપો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન કરે છે, જે ઉપગ્રહો, પાવર ગ્રીડ, ટેલિકોમ્યુનિકેશનને અસર કરે છે.


  • Follow us on: