ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આંધ્રપ્રદેશ બીજા ચક્રવાતનો સામનો કરી શકે છે. 

100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

'મુરસુ' નામ ભારત દ્વારા આપવામાં આવ્યું હતું. IMDએ આગામી દિવસોમાં આંધ્રપ્રદેશ, રાયલસીમા અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે પવન અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન લાવી શકે છે. જેમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

'મુરસુ' નામનો અર્થ શું ?

ભારત દ્વારા આપવામાં આવેલા આ તોફાનનું નામ તમિલ ભાષા પરથી ઉતરી આવ્યું છે. તમિલમાં તેનો અર્થ 'ઢોલ' થાય છે. 'મુરસુ' એક પ્રાચીન સંગીત વાદ્ય, ઢોલનો ઉલ્લેખ કરે છે. આ નામ ભારત દ્વારા સૂચવવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં, આ પર્ક્યુસન વાદ્યનો ઉપયોગ કુદરતી આફતો વિશે માહિતી પહોંચાડવા અને લોકોને ચેતવણી આપવા માટે કરવામાં આવતો હતો. આ જ કારણ છે કે આ નામ પસંદ કરવામાં આવ્યું હતું.

ચક્રવાતોના નામ કેવી રીતે રાખવામાં આવે ?

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આવતા ચક્રવાતોના નામ વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયાના ઉષ્ણકટિબંધીય ચક્રવાત પેનલ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ પેનલ પરના દેશો નામ સૂચવે છે. આ નામકરણ પ્રણાલી 2004માં શરૂ કરવામાં આવી હતી. સમય જતાં, જેમ જેમ વધુ દેશો પેનલમાં જોડાતા ગયા તેમ તેમ નામોની યાદી વધતી ગઈ. WMOમાં કુલ 194 સભ્યો છે. જેમાં 188 સભ્ય દેશો અને છ પ્રદેશોનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રો નામો સૂચવે છે અને જનતા દ્વારા સબમિટ કરાયેલા નામો પણ યાદીમાં શામેલ છે.

નામકરણના નિયમો શું ?

હવામાનશાસ્ત્રીઓના મતે, આ સિસ્ટમ સપ્ટેમ્બર 2004 માં દરેક ચક્રવાતને ઓળખવામાં સરળ, યાદગાર બનાવવા અને વ્યાપક વસ્તીને ઝડપથી ચેતવણીઓ પ્રસારિત કરવા માટે રજૂ કરવામાં આવી હતી. નામ પસંદ કરવા માટેના મૂળભૂત માપદંડો છે:

1. નામ ટૂંકું હોવું જોઈએ અને વધુમાં વધુ આઠ અક્ષરો હોવા જોઈએ.

2. નામ રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ પ્રત્યે તટસ્થ હોવું જોઈએ.

3. એકવાર ઉપયોગમાં લેવાયેલ નામનું પુનરાવર્તન થતું નથી.

4. 'મુરસુ' માટે ચક્રવાત ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  IPS Sanjay Singhalએ ITBPના મહાનિદેશક તરીકેની સંભાળી વધારાની જવાબદારી