ઈરાન અને ઈઝરાયલ વચ્ચે દુશ્મની એ વર્ષો જુની છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ઘાતક હથિયારો વિકસિત કર્યા છે, જેનાથી હવે ઈઝરાયલે સર્તક થઈ જવાની જરૂર છે. આ હથિયાર ઈરાનના સુપરસોનિક અને બૈલિસ્ટિક મિસાઈલ છે જે થોડી જ મિનિટોમાં દુશ્મનનો નાશ કરી શકે છે.
ઈરાનની મિસાઈલ શક્તિ
ઈરાન પાસે આજે ફતેહ-100, જોલ્ફાગાર, શહાબ-3, ખોરમશહર અને હેજંબુલ્લાહને આ ફતહ મિસાઈલો આપવામાં આવી છે જે ખતરનાક બૈલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો પણ સામેલ છે. આમાંથી ઘણી મિસાઈલો 2,000 કિલોમીટર સુધી જઈ શકે છે અને સીધું નિશાન ઈઝરાયલને બનાવી શકે છે તેટલી તેનામાં ક્ષમતા રહેલી છે. ઈરાન મિસાઈલો ખાસકરીને તેના લક્ષ્યો અને તેની તેજ રફતારના કારણે જાણીતી છે. જેનાથી દુશ્મનોને બચવાનો મોકો પણ નથી મળતો.
મિનિટોમાં જ તબાહ કરી દે તેટલી તાકાત ધરાવે છે
ઈરાન હાલ આ વર્ષોમાં પોતાની મિસાઈલ ટેકનોલોજીમાં સુધારો કરી રહ્યું છે. હાઈપરસોનિકોલ મિસાઈલો જે ધ્વનિની સ્પીડને 5 ગણી વધારી દે છે, હવે ઈરાનની આર્મરીનો હિસ્સો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આવી મિસાઈલો ને ફક્ત દુશ્મનના ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં સક્ષમ હોય છે કારણ કે તે ઓછા સમયમાં મોટો વિસ્ફોટ કરે છે.
એક વાર ઈરાનની મિસાઈલ લોન્ચ થઈ જાય તો તે થોડી જ ક્ષણોમાં 1,500 કિલોમીટર દૂર સુધી તેના નિશાના પર હુમલો કરે છે. આ જ કારણ છે કે ઈઝરાયલ જેવા હાર્ટ-ટેક ડિફેન્સ સિસ્ટમવાળા દેશને પણ ઈરાન હચમાચાવી શકે છે.
મિસાઈલ જ નહી, ડ્રોન્સ પણ છે ખતરનાક
ઈરાને ફક્ત મિસાઈલોમાં જ નહી પરંતુ ડ્રોન્સની ટેકનોલોજીમાં સુધારો કર્યો છે. ઈરાની ડ્રોન જેવા કે શહીદ-136, દુશ્મનની રડારને ચકમો આપીને તેના નિશાના પર હુમલો કરે છે. આ ડ્રોનનો હાલમાં જ યૂક્રેન યુદ્ધમાં રશિયાએ તેનો ઉપયોગ કર્યો હતો.