તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે અને સોશિયલ મીડિયા પર જોયુ પણ હશે કે લોકો ચંદ્ર પર ટુકડો જમીન ખરીદી રહ્યા છે. 2023માં ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી ચંદ્ર પર જમીન ખરીદવાના સમાચાર તમે અવારનવાર સાંભળ્યા હશે પરંતુ શું ખરેખર ચંદ્ર જમીન ખરીદી શકાય ખરી? જાણીએ આ લેખમાં સંપૂર્ણ હકીકત
શું છે Outer Space Treaty?
આ આખી બાબત સમજતા પહેલા તમને Outer Space Treaty વિશે માહિતી આપી દઈએ. Outer Space Treaty એ અવકાશને લગતા એવા કેટલાક આવા કાર્યો અને નિયમોની સૂચિ છે જેના પર 2019 સુધીમાં કુલ 109 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા છે. Outer Space Treaty એ એક પ્રકારની સંધિ છે, અને આ સંધિમાં એકદમ સાફ કહેવામાં આવ્યુંછે કે ચંદ્ર પર કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના વિકાસ માટે કરી શકે છે, પરંતુ તેના પર કબ્જો કરી શકતો નથી.
Also Read
Pahalgam Attack : હુમલામાં પાકિસ્તાનના 3 આતંકી હતા સામેલ, NIAના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Railway Job Scam : મધ્યપ્રદેશના યુવાનોને રેલ્વેમાં નોકરીના નામે ટ્રેનો ગણાવાની તાલીમ આપી, એક મહિનાનો પગાર આપ્યો અને લાખોની છેતરપિંડી આચરી
Surat : પુણાગામ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવકની કરાઈ હત્યા, સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી
ચંદ્ર પર જમીનનું રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યું છે ?
કોઈપણ વેબસાઇટ, સંસ્થા કે દેશ ચંદ્ર પર જમીન ખરીદવા માટે કોઈપણ પ્રકારનું કાયદેસરનું માધ્યમ નથી રાખતા. પરંતુ આમ છતાં કેટલીક વેબસાઇટ્સ એવી છે જે એવો દાવો કરે છે કે તેઓ ચંદ્ર પર જમીનનું રજીસ્ટ્રેશન કરાવી આપે છે અને જમીન ખરીદવાની સુવિધા પૂરી પાડી રહી છે. Lunarregistry.com નામની વેબસાઈટ તેની રજીસ્ટ્રીના અધિકારોનો દાવો કરે છે, પરંતુ વેબસાઈટ તેના FAQs વિભાગમાં સ્પષ્ટપણે લખે છે કે તે ચંદ્ર પરની જમીનના માલિક નથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરાવવાનું છે, જમીન વેચવાનું નથી. આવી કોઈપણ વેબસાઇટ્સને કોઈ દેશ કે સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવતી નથી.
રજિસ્ટ્રી થઈ શકે છે કબજો મળી શકતો નથી
Lunarregistry.com નામની વેબસાઈટ જે ચંદ્ર પર જમીન રજીસ્ટ્રીના અધિકારોનો દાવો કરે તેમની વેબસાઈટમાં પોસ્ટ કરવામાં આવેલઆ તેમના FAQs વિભાગમાં સ્પષ્ટપણે તેઓ લખે છે કે તે ચંદ્ર પરની જમીન પર માલિકી મળી શકતી નઆથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરાવવાનું છે, જમીન વેચવાનું નથી. આ વાતથી અહિયાં સ્પષ્ટ થાય છે કે આ વેબસાઈટ તરફટથી કરવામાં આવેલ તમામ દાવ ખોટા છે અને રજિસ્ટ્રી કરવાથી ચંદ્ર પર જમીન ખરદાઈ જાય એ વાત પાયાવિહોણી સાબિત થાય છે.
પ્રથમ અંતરિક્ષ કાનૂન
ઓક્ટોબર 1957માં સોવિયેત સંઘે વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક-1 લોન્ચ કર્યો. આ સાથે અવકાશમાં શક્યતાઓનું એક નવું ક્ષેત્ર ઉભરી આવ્યું, જેમાંથી કેટલાક વૈજ્ઞાનિક હતા, પરંતુ કેટલાક કાયદાકીય પણ હતા. આના લગભગ એક દાયકા પછી આંતરરાષ્ટ્રીય સમુદાયે આઉટર સ્પેસ ટ્રીટીનો મુસદ્દો તૈયાર કર્યો. અંતરિક્ષ કાનૂન આ પહેલો કાનૂની દસ્તાવેજ હતો.
આ લોકો પાસે છે ચંદ્ર પર જમીન
વર્ષ 2002માં હૈદરાબાદના રાજીવ બાગડી અને બેંગલુરુના લલિત મેહતાએ 2006માં ચંદ્ર પર એક પ્લોટ ખરીદ્યો હતો. દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હતી.શાહરૂખ ખાનને ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ચાહકે ચંદ્ર પર જમીન ખરીદીને ભેટ આપી હતી, અને આ સિવાય ઘણા ચંદ્ર રસિકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે.










