આજે જ્યાં પ્રેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉપર જઈ રહી છે ત્યાં જ યાત્રીઓ માટે સસ્તી યાત્રાના ઓપ્શનની શોધમાં છે. એવામાં ઇલેક્ટ્રિક વિમાન એક નવી ક્રાંતિ તરીકે ઉભરી આવ્યું છે.


દુનિયાભરમાં તેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે, અને ભારત પણ હવે આ હરિફમાં પાછળ રહ્યું નથી. ટૂંક સમયમાં એવો સમય પણ આવશે કે ફ્લાઈટની ટિકિટ કારથી પણ વધારે સસ્તી થઈ જશે.

ઇલેક્ટ્રિક પ્લેન શું છે?

ઇલેક્ટ્રિક વિમાનો પરંપરાગત ફ્યૂલને બદલે બેટરી અથવા હાઇબ્રિડ પાવર પર ચાલે છે. આ વિમાનો પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે કારણ કે તે લગભગ કોઈ પ્રદૂષણ ફેલાવતા નથી. તેમનો સંચાલન ખર્ચ પણ ખૂબ ઓછો છે. આલિયા CX300 નામનું પહેલું ઇલેક્ટ્રિક વિમાન અમેરિકન કંપની બીટા ટેક્નોલોજીસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેણે ન્યુ યોર્કના JFK એરપોર્ટથી પૂર્વ હેમ્પટન સુધી ઉડાન ભરી હતી, જેનું કુલ અંતર 130 કિલોમીટર હતું. આ સમગ્ર ઉડાનનો ખર્ચ ફક્ત 8 ડોલર એટલે કે લગભગ 700 રૂપિયા હતો.

તમને જણાવી દઈએ કે સામાન્ય વિમાનમાં આ અંતર કાપવા માટે લગભગ $350 (લગભગ રૂ. 29,000) ખર્ચ થતો હતો. આ રીતે, Alia CX300 માત્ર પર્યાવરણ માટે સારું નથી, પરંતુ આર્થિક રીતે પણ ક્રાંતિકારી સાબિત થઈ રહ્યું છે. તેના સ્થાપક અને CEO કાયલ ક્લાર્કે જણાવ્યું હતું કે આ 100 ટકા ઇલેક્ટ્રિક વિમાન છે, જે પૂર્વ હેમ્પટનથી જોન એફ કેનેડી એરપોર્ટ સુધી મુસાફરોને ઉડાન ભરે છે. કંપનીને આશા છે કે 2025ના અંત સુધીમાં, તેને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળી જશે.

આ વિમાન ભારતમાં ક્યારે આવશે?

ભારતમાં આ ટેકનોલોજી સામે કેટલાક પડકારો છે. પહેલો પડકાર બેટરીની મર્યાદિત રેન્જનો છે. વર્તમાન ટેકનોલોજી સાથે, આ વિમાન એક જ ચાર્જ પર ફક્ત 460 કિમી સુધી ઉડી શકે છે. ઝડપી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ ખૂબ મર્યાદિત છે. ભારત જેવા મોટા દેશમાં આવા વિમાનો માટે એક વ્યાપક ચાર્જિંગ નેટવર્ક બનાવવું એ એક મોટું કાર્ય હશે.

એવું કહી શકાય કે 694 રૂપિયામાં 130 કિમી ઉડાન ભરવી એ માત્ર એક પ્રયોગ નથી પરંતુ હવાઈ મુસાફરીના ભવિષ્યની ઝલક છે. જો બેટરી ટેકનોલોજી અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થતો રહેશે, તો આગામી વર્ષોમાં આપણે રોજિંદા મુસાફરી માટે ઉડતી ટેક્સીઓ, આંતર-શહેર હવાઈ બસો અને ઇલેક્ટ્રિક વિમાનો પણ જોઈ શકીશું. આ ટેકનોલોજી ફક્ત આપણા ખિસ્સા પર હળવાશ લાવશે નહીં, પરંતુ પૃથ્વીના પર્યાવરણ પર પણ પોઝીટીવ અસર કરશે.


  • Follow us on: