જ્યારે પણ દુનિયાના સૌથી વિકસિત દેશોની વાત થાય છે ત્યારે અડધા અડધ લોકોને મનમાં અમેરિકા, ચીન અને જાપાન દેશના જ નામ આવે છે. પરંતુ વાસ્તિવક વિકાસને ફક્ત આર્થિક વિકાસની તાકાત જ નહી તે નાગરિકોની લાઈફસ્ટાઈલ, શિક્ષા, સ્વાસ્થય સુવિધાઓ, રાજનીતિક સ્થિરતા અને સામાજિક સુરક્ષા જેવા ધોરણોથી તેનું માપન કરવામાં આવે તો તેના પરિણામો જાણીને તમને નવાઈ લાગશે.
UNDP બહાર પાડવામાં આવેલા Human Development Index મુજબ, દુનિયાના સૌતી વિકસિત દેશ કોઈ બીજા છે. તે દેશોમાં જીવન પ્રત્યાશા, શિક્ષાનું સ્તર અને પ્રતિ વ્યક્તિ પર દેશની રૈંકિંગ કરવામાં આવે છે, તેના આધારે તમને જણાવીશું કે દુનિયાના સૌથી વિકસિત દેશો કયા છે તેમા ના તો અમેરિકા છે ના તો તેમાં ચીનનું નામ પણ નથી.
નોર્વે છે પહેલા નંબરે
નોર્વે દુનિયાના સૌથી વિકસિત દેશોમાં પ્રથમ નંબરે આવે છે. કારણ કે, ત્યાં માણસોને એકસરખું જીવન મળે છે. નોર્વે ઘણા વર્ષોથી નંબર એક પર રહેલું છે. ત્યાનું પોપ્યુલેશન 54 લાખની આસપાસ છે, ત્યાં નાગરિકોની લાઈફસ્ટાઈલ, શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓ ખૂબ જ સારી છે. નોર્વેમાં હેલ્થકેર અને એજ્યુકેશન ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ ત્યાંની સરકાર દરેક બાબતોનું ધ્યાન રાખે છે. આ દેશ ગ્રીન એનર્જીને ખૂબ જ ગંભીરતાથી લે છે અને પર્યાવરણની ખૂબ કાળજી કરે છે.
સ્વિટ્ઝર્લૅન્ડમાં સુવિધાઓ
સ્વિટ્ઝર્લૅન્ડને વિશ્વનો સૌથી સુંદર દેશ માનવામાં આવે છે. તેની સુંદરતા ઉપરાંત, તે તેની અતિ-આધુનિક આરોગ્ય અને બેંકિંગ વ્યવસ્થા માટે પણ જાણીતું છે. અહીં ગુનાખોરીનો દર અત્યંત ઓછો છે અને નાગરિકોને દરેક સ્તરે પારદર્શિતા મળે છે. તેની શિક્ષણ વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા અને જીવનની ગુણવત્તા વિશ્વના ઉચ્ચતમ ધોરણો પર છે. આ દેશ સતત ટોપના 3 દેશોમાં રહે છે.
આ યાદીમાં આઇસલેન્ડ પણ છે
આઇસલેન્ડ એક નાનો દેશ છે જેની વસ્તી ફક્ત 3.8 લાખ છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ આ દેશે મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દીધી છે . આ દેશ અત્યંત શાંતિપ્રિય છે અને અહીં શિક્ષણ, આરોગ્ય અને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.
અમેરિકા અને ચીન કેમ પાછળ રહ્યા?
અમેરિકા આર્થિક અને લશ્કરી શક્તિમાં મોખરે હોઈ શકે છે, પરંતુ તેની મોંઘી આરોગ્ય સંભાળ, ઉચ્ચ ગુના દર અને સામાજિક અસમાનતા તેને વિકાસની વાસ્તવિક યાદીમાં પાછળ મૂકી દે છે. બીજી બાજુ, ચીન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તેમાં હજુ પણ વ્યક્તિગત સ્વતંત્રતા, લોકશાહી અને જીવનની ગુણવત્તા જેવા ધોરણોનો અભાવ છે.