આજના સમયમાં ફેશન કે પસંદગી નહીં, પરંતુ ટ્રેન્ડ ફોલો કરવો જ પોતે એક મોટો ટ્રેન્ડ બની ગયો છે. એક ટ્રેન્ડ પૂરું થાય એ પહેલા જ નવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધીમે ધીમે જગ્યા બનાવતો રહે છે. ક્યારેક કપડાંમાં, ક્યારેક ગેજેટ્સમાં અને હવે તો સીધું લોકોના પર્સ અને બેગ સુધી ટ્રેન્ડ પહોંચી ગયો છે. 2025માં લાબુબુ ડોલે યુવાનોના દિલ જીતી લીધા હતા અને હવે 2026માં તેની જગ્યાએ એક નવી, ક્યૂટ અને અલગ ઓળખ ધરાવતી ડોલ આવી ગઈ છે, જે સ્ટાઇલ સાથે સ્ટેટસનું સિમ્બોલ બનીને દરેકના પર્સ પર લટકતી જોવા મળશે
આ ડોલ છે Mirumi
આ ડોલ છે Mirumi,એક સમય એવો હતો જ્યારે લાબુબુના ફોટા, રીલ્સ અને કલેકશન પોસ્ટ્સ દરેક પ્લેટફોર્મ પર છવાયેલા હતા. હવે એ જ જગ્યા ધીમે ધીમે Mirumi લઈ રહી છે. ખાસ કરીને યુવાનો, કલા રમકડાંના શોખીનો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સમાં Mirumi ઝડપથી લોકપ્રિય બની રહી છે.
મિરુમી કેવી રીતે થઇ ટ્રેન્ડ
એક ડિઝાઇનર આર્ટ ટોય અથવા પાત્ર આકૃતિ છે, જેને ક્યૂટ અને વિચિત્ર લુકનું અનોખું સંયોજન કહી શકાય. તેનો ચહેરો, રંગો અને ડિઝાઇન સામાન્ય રમકડાંથી અલગ છે. આ જ અલગપણું તેને ખાસ બનાવે છે. લોકો હવે રમકડાંને ફક્ત બાળકો માટે નહીં, પરંતુ એક આર્ટ પીસ, ડેકોરેશન આઇટમ અને સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ જોવા લાગ્યા છે.
લાબુબુ એક ફેમસ ડોલ
લાબુબુની સફળતાએ ડિઝાઇનર ટોય કલ્ચરને વધુ મજબૂત બનાવ્યું. લોકોમાં “કલેક્શન” કરવાનો શોખ વધ્યો અને Limited Edition રમકડાં પ્રત્યે આકર્ષણ વધ્યું. આ જ ટ્રેન્ડમાં Mirumi એક નવી ઓળખ સાથે લોન્ચ થઇ છે. તેની વિવિધ એક્સપ્રેશન્સ, રંગીન ડિઝાઇન અને ફોટોજેનિક લુક તેને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ માટે પરફેક્ટ બનાવે છે.
સોશિયલ મીડિયા પર છવાયેલી
સોશિયલ મીડિયા પર મિરુમીની ચર્ચાનું મુખ્ય કારણ છે અનબોક્સિંગ વીડિયો અને સરખામણીઓ. ઘણા લોકો “લાબુબુ vs મિરુમી” જેવી પોસ્ટ્સ બનાવી રહ્યા છે, જેમાં બંનેના ડિઝાઇન, ભાવ અને કલેક્શન વેલ્યુની તુલના થાય છે. ટ્વિટર (X) પર ટ્રેન્ડિંગ પોસ્ટ્સ મિરુમીને વધુ ચર્ચામાં લાવી રહી છે.
યુવાનોની પસંદગી Mirumi
યુવાનો Mirumiને પસંદ કરે છે કારણ કે તે અનોખું છે, Limited Edition છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. ઘણા લોકો તેને ગિફ્ટ તરીકે પણ ખરીદી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલ મિરુમી હાઇપ સ્ટેજમાં છે, પરંતુ જો નવા ડિઝાઇન અને નવા પાત્રો સમયસર આવે, તો આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ટકી શકે છે. લાબુબુ પછી મિરુમી માત્ર એક રમકડું નથી, પરંતુ એક નવી સોશિયલ મીડિયા ટ્રેન્ડ ડોલ બની શકે છે, તેની ક્રિએટિવ ડિઝાઇન અને ટ્રેન્ડી લુકને કારણે તે ખાસ કરીને યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.
આ પણ વાંચો : હલ્દિયામાં નવું Indian Navy બેઝ, ચીન અને બાંગ્લાદેશ પર રહેશે કડક નજર