નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાતા આક્રમક માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય એવા પણ દેશો છે જ્યાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. અને જો કોઇ પોસ્ટ મુકવામાં આવે તો તેમને મોતની સજા પણ અપાય છે.

સોશિયલ મીડિયા ક્યાં પ્રતિબંધિત ?

ચીન

ચીનમાં સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ જ કારણ છે કે ચીનની આંતરિક બાબતો દુનિયા સમક્ષ ખુલ્લી પાડી શકાતી નથી. ચીને તેના સ્વદેશી પ્લેટફોર્મ જેમ કે WeChat અને Douyinને પ્રોત્સાહન આપ્યું છે. જો આ એપ્સનો ઉપયોગ કરતા પકડાય તો ભારે દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે.

ઉત્તર કોરિયા

કિમ જોંગ ઉનના શાસન હેઠળ, ઉત્તર કોરિયામાં સામાન્ય લોકો માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની ઍક્સેસ લગભગ નહિવત્ છે. ફક્ત સરકારી કર્મચારીઓને મર્યાદિત ઇન્ટરનેટ ઍક્સેસ આપવામાં આવે છે. અહીં સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરવું અશક્ય છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે મૃત્યુદંડની સજા થઈ શકે છે.

ઈરાન

રાષ્ટ્રીય સુરક્ષાના નામે ઈરાનમાં પણ ફેસબુક, એક્સ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે. સરકાર કડક સેન્સરશીપ લાગુ કરે છે અને સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવા પર કડક સજા કરવામાં આવે છે, જેમાં જેલ અથવા મૃત્યુદંડની સજા પણ શામેલ હોઈ શકે છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં, કોઈપણ જીવંત વસ્તુના ફોટા લેવા અને તેને શેર કરવાથી તાલિબાની સજા મળે છે.

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયામાં પણ, સરકાર સોશિયલ મીડિયા પર નજીકથી નજર રાખે છે. સરકાર વિરોધી અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી પોસ્ટ્સ જેલ, દંડ અથવા મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. 2022 માં, ટ્વિટર પર સરકાર વિરોધી પોસ્ટ બદલ એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 

  • Follow us on: