એશિયા કપ 2025 શરૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ આ વખતે એશિયા કપ ODI ને બદલે T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે બધી ટીમો તૈયાર છે.


એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. આ ટુર્નામેન્ટમાં બેટ્સમેન ઘણા રન બનાવે છે, તો બોલરો પણ વિકેટ લે છે. એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપની 10 લિસ્ટમાં ભારતના બે મજબૂત બોલરોનો સમાવેશ થાય છે, પરંતુ અત્યાર સુધી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યો નથી.

1. મુથૈયા મુરલીધરન

શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. મુરલીધરને 24 મેચમાં 30 વિકેટ લીધી છે. આ દિગ્ગજ ખેલાડી ટેસ્ટમાં સૌથી વધુ 800 વિકેટ લેવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

2. લસિથ મલિંગા

આ લિસ્ટમાં શ્રીલંકાના બીજા દિગ્ગજ બોલર લસિથ મલિંગા બીજા નંબરે છે. મલિંગાએ એશિયા કપમાં માત્ર 14 મેચમાં 29 વિકેટ લીધી છે.

3. અજંતા મેન્ડિસ

એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં અજંતા મેન્ડિસ ત્રીજા ક્રમે છે. મેન્ડિસે માત્ર આઠ મેચમાં 26 વિકેટ લીધી છે.

4. સઈદ અજમલ

પાકિસ્તાનનો સઈદ અજમલ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ખેલાડી પણ છે. આ પાકિસ્તાની ખેલાડીએ 12 મેચમાં 25 વિકેટ લીધી છે.

5. રવિન્દ્ર જાડેજા

એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પાંચમા ક્રમે છે. જાડેજાએ અત્યાર સુધી 20 મેચમાં 25 વિકેટ લીધી છે.

6. ચામિંડા વાસ

ચામિંડા વાસે એશિયા કપમાં 19 મેચોમાં 23 વિકેટ લીધી છે, જેમાં શ્રીલંકાના આ અનુભવી ખેલાડીએ 639 રન આપ્યા છે.

7- ઇરફાન પઠાણ

આ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણનું નામ પણ છે. આ ભારતીય ખેલાડીએ 2004 થી 2012 સુધી એશિયા કપમાં 12 મેચમાં 22 વિકેટ લીધી છે.a

8- સનથ જયસૂર્યા

શ્રીલંકાના અનુભવી ખેલાડી સનથ જયસૂર્યાનું નામ પણ આ લિસ્ટમાં છે. જયસૂર્યાએ 25 મેચમાં 22 વિકેટ લીધી છે.

9- અબ્દુર રઝાક

આ ટોપ 10 લિસ્ટમાં બાંગ્લાદેશના બે ખેલાડીઓનો સમાવેશ થાય છે. અબ્દુર રઝાક સૌથી વધુ વિકેટ લેવામાં નવમા ક્રમે છે. આ ખેલાડીએ 18 મેચમાં 22 વિકેટ લીધી છે.

10. શાકિબ અલ હસન

બાંગ્લાદેશનો શાકિબ અલ હસન આ લિસ્ટમાં 10મો બોલર છે. શાકિબે 18 મેચમાં 22 વિકેટ લીધી છે.


  • Follow us on: