એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, BCCI એ હજુ સુધી ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી નથી. જોકે, ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ એશિયા કપ 2025 માટે પોતાની ટીમ પસંદ કરી રહ્યા છે. આ યાદીમાં હરભજન સિંહનું નામ પણ ઉમેરાયું છે. અનુભવી સ્પિનર હરભજન સિંહે એશિયા કપ 2025 માટે પસંદ કરેલી ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને રિંકુ સિંહને બાકાત રાખીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.


રિયાન પરાગ-કેએલ રાહુલની પસંદગી

ફેન્સ ટીમ ઈન્ડિયાની એશિયા કપ 2025 ટીમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે હરભજન સિંહે પોતાની ટીમ પસંદ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. એક ઈન્ટરવ્યુમાં હરભજન સિંહે કહ્યું, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહનું નામ આપ્યું છે. હરભજન સિંહે વિકેટકીપર તરીકે કેએલ રાહુલની પસંદગી કરી છે. કારણ કે રિષભ પંત માટે એશિયા કપ 2025માં રમવું મુશ્કેલ છે.

આ ખેલાડીઓને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા

હરભજન સિંહે ટી20 ટીમમાંથી નિયમિત ખેલાડીઓને બાકાત રાખીને ફેન્સને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે રિંકુ સિંહ, સંજુ સેમસન, તિલક વર્મા જેવા ખેલાડીઓને તેમના દ્વારા પસંદ કરાયેલી ટીમમાંથી બાકાત રાખ્યા છે. જ્યારે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે સતત ટી20 ક્રિકેટ રમી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે?

રિપોર્ટ અનુસાર, BCCI 19 કે 20 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો UAE સાથે થશે.


  • Follow us on: