શિયાળો આવી ગયો છે, અને લોકો ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરતા થયા છે. જો તમે આ ઋતુમાં પોતાને ઠંડીનો સામનો કરવા માટે રૂમ હીટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા કે તમારા પરિવારના સભ્યોની સુરક્ષા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. બજારમાં વિવિધ પ્રકારના હીટર ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય હીટર પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.


રૂમ હીટરના પ્રકાર

બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં હેલોજન હીટર, ફેન હીટર અને ઓઇલ હીટરનો સમાવેશ થાય છે. હેલોજન હીટર નાના રૂમ માટે યોગ્ય છે અને સસ્તા છે. બીજી બાજુ, ઓઇલ હીટર મોટી જગ્યાઓ માટે યોગ્ય છે અને વાપરવા માટે સંપૂર્ણપણે સલામત છે. તેવી જ રીતે, હેલોજન હીટર કરતાં ફેન હીટરનો ઉપયોગ વધુ સુરક્ષિત છે, પરંતુ તેની કિંમત હેલોજન હીટર કરતાં વધુ છે.

રૂમના કદના આધારે હીટર ખરીદો

જો તમને નાના રૂમ માટે હીટરની જરૂર હોય તો હેલોજન હીટર કામ કરશે. મધ્યમ કદના રૂમ માટે ફેન હીટર શ્રેષ્ઠ છે. જો રૂમ મોટો હોય તો ઓઇલ હીટર શ્રેષ્ઠ છે.

ઓઇલ હીટર એક સલામત વિકલ્પ

ઓઇલ હીટર અન્ય બે કરતા ઉપયોગમાં વધુ સુરક્ષિત છે. તે તેલથી ભરેલા હોય છે અને ધીમે ધીમે ગરમ થાય છે. જોકે, તેની કિંમત હેલોજન હીટર અને ફેન હીટર કરતાં નોંધપાત્ર રીતે વધુ હોય છે.

હીટર યૂઝ કરતી વખતે રાખો આટલું ધ્યાન

જો તમે સૂતી વખતે તમારા રૂમમાં હીટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. હેલોજન અને ફેન હીટર રૂમમાં હવાને અત્યંત સૂકી બનાવી શકે છે. આ હીટર હવામાં ઓક્સિજનનું સ્તર ઘટાડે છે. જેનાથી આંખો સૂકી પડી જવી કે નાક બંધ થઈ જવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી, રૂમમાં વેન્ટિલેશન માટે થોડી જગ્યા રાખવી ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Indian Currency Cost: જાણો! RBIને એક ભારતીય નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે? કિંમત સાંભળીને ચોંકી જશો

  • Follow us on: