જો કોઇ કહે કે એક જ ઝાડ એટલું મોટું કે આખુ જંગલ બની જાય, તો પહેલી નજરે કદાચ મજાક લાગે, પરંતુ બ્રાઝિલમાં હકીકતમાં આ બન્યુ છે. એક એવું ઝાડ જે એટલુ ફેલાયેલુ છે કે તેણે 20 એકર જમીનને પોતાની છાયામાં સમાવી લીધુ છે. એટલું જ નહીં આખુ ફૂટબોલ સ્ટેડિયમ પણ આની નીચે ખોવાઇ જાય. આ કહાની પ્રકૃતિ સાથે જોડાયેલી જાદુઇ તાકાતની છે, જે ક્યારેક માનવ સમજની બહારના 'ચમત્કારો' કરી દે છે.


આ છે દુનિયાનું એક માત્ર One-Tree Forest

બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો નોર્ટે રાજ્યમાં સ્થિત Cajueiro da Praia...જેને લોકો પ્રેમથી કાજુનુ વિશાળ વૃક્ષ કહે છે. આજે તે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાખલ છે. વર્ષ 1888માં એક માછીમારે બે કાજુના છોડ લગાવ્યા હતા.તેમાંથી એક તો વધતા વધતા એક આખું જંગલ બની ગયુ. આજે આ વૃક્ષ 8.5 હેક્ટર માં ફેલાયેલું છે.મતલબ..એક વૃક્ષ..20 એકરની હરિયાળી.

આ વૃક્ષ ચાલે છે કેવી રીતે? આનું છે એક રહસ્ય Genetic Mutation

(વિશ્વનું સૌથી મોટું કાજુનું વૃક્ષ) સામાન્ય વૃક્ષોમાં ટહેલીઓ જમીનને સ્પર્શે તો તૂટી જાય છે. પરંતુ આ વૃક્ષમાં એક દુર્લભ જીનેટિક મ્યુટેશન છે.જ્યારે તેની ડાળીઓ જમીનને અડકે છે, ત્યારે ત્યાંથી નવી જડ ઊગી જાય છે અને એ ભાગ નવું મૂળ બની જાય છે. એટલે કરીને આ વૃક્ષ ધીરે-ધીરે ચાલે છે, ફેલાતું જાય છે અને દર વર્ષે 6–8 મીટર વધતું રહે છે.આજે તેના 5000+ મૂળ, 80 લાખ પાંદડા, અને દર વર્ષે 80,000 કાજુ (લગભગ 2.5 ટન) ઉપજ થાય છે.

ટુરિસ્ટ સ્પોટ બન્યુ… તેની છાંયામાં 7000 લોકો બેસી શકે

સ્થાનિક લોકો તેને Tree of Laziness કહે છે, કારણ કે તેની છાંયડો એટલો ઠંડો અને ઉંડો છે કે છાંયામાં બેસે પછી ઊઠવાની ઈચ્છા જ ન થાય. અહીં રેસ્ટોરન્ટ, વોકવે, ગિફ્ટ શોપ, અને વ્યૂઇંગ ડેક બનાવવામાં આવ્યા છે. દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવે છે. ઉપરથી જોતા આખો વિસ્તાર લીલા સમુદ્ર જેવું દેખાય છે. અત્યંત મનમોહક દૃશ્ય.

પરંતુ ખતરો પણ છે કે તે ક્યાંક આખાં શહેરને ન ગળી જાય

એટલી ઝડપથી ફેલાતાં તેની મૂળોએ હવે રસ્તા અને ઇમારતોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો તેની વૃદ્ધિ ન રોકી, તો 50 વર્ષમાં આ પૂરેપૂરો નાતાલ શહેરને ઢાંકી શકે છે. તેમ છતાં લોકો તેને પ્રકૃતિનો આઠમો અજાયબો કહે છે.


  • Follow us on: