આજે ટેકનોલોજીના કારણે દુનિયા નાની થઈ ગઈ છે. લોકો થોડા જ સમયમાં ઘરથી દૂર વિદેશમાં પહોંચે છે. યુવાનો કારર્કિદી અને અભ્યાસને લઈને હવે ઘરથી દૂર જઈ રહ્યા છે. જયારે બીજા રાજ્યમાં તેઓ અભ્યાસ અને જોબ માટે જાય છે. ત્યારે ત્યાં વધુ સારી સુવિધા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ વધુ જરૂરી બને છે. આવી સ્થિતિમાં તેઓ વિચારે છે કે આ ટુ-વ્હીલરની સાથે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. પરંતુ ભારતીય રેલ્વે મુસાફરોને બે પૈડાવાળા વાહનો પરિવહન કરવાની મંજૂરી આપે છે ખરા ! જાણો શું છે ટ્રેનમાં ટ્રાન્સપોર્ટનો નિયમ.


ટ્રેનમાં વાહન ટ્રાન્સપોર્ટનો આ છે નિયમ

ભારતીય રેલ્વે બાઇક અથવા સ્કૂટરને સામાન અથવા પાર્સલ તરીકે પરિવહન કરવાની મંજૂરી આપે છે. જોકે, આ મલિક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે કે નહીં તેના પર આધાર રાખે છે. જ્યારે સામાન તરીકે બુક કરવામાં આવે છે, ત્યારે વાહન તે જ ટ્રેનની બ્રેક વાનમાં મુસાફરી કરે છે જેમાં મુસાફર મુસાફરી કરી રહ્યો છે. એકવાર ટ્રેન ગંતવ્ય સ્ટેશન પર પહોંચી જાય, પછી તેના માલિકને તરત જ બાઇક અથવા સ્કૂટર સોંપવામાં આવે છે. પરંતુ જયારે માલિક ટ્રેનમાં મુસાફરી ના કરી રહ્યો હોય, તો વાહન પાર્સલ તરીકે બુક કરવામાં આવે છે. 

માલિક વગર પણ વાહન ટ્રેનમાં લઈ જઈ શકાય

ટ્રેનમાં જયારે પણ આ પ્રકારે ટુ-વ્હીલર લઈ જવામાં આવે ત્યારે તેને પેસેન્જર ડબ્બામાં નથી લઈ જવાતું.  જયારે વાહનનો માલિક ટ્રેનમાં મુસાફરી ના કરતો હોય અને વાહન લઈ જવું હોય તેવી સ્થિતિમાં તો તેને પાર્સલ તરીકે બુક કરવામાં આવે છે. તે પાર્સલ વાન અથવા માલગાડી દ્વારા પરિવહન કરવામાં આવે છે. પાર્સલ ડિલિવરીમાં સામાન્ય રીતે એક થી સાત દિવસનો સમય લાગે છે, જે રૂટની ઉપલબ્ધતા અને ટ્રેનના સમયપત્રક પર આધાર રાખે છે. 

ટુ-વ્હીલર ટ્રાન્સપોર્ટ માટે આટલું જરૂરી

ટ્રેન દ્વારા ટુ-વ્હીલર પરિવહન કરવા માટે ચોક્કસ દસ્તાવેજો જરૂરી છે. માલિકીના પુરાવા તરીકે વાહનનું નોંધણી પ્રમાણપત્ર જરૂરી છે. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ID જેવું ઓળખ કાર્ડ પણ જરૂરી છે. જો વાહન સામાન તરીકે બુક કરાવ્યું હોય, તો મુસાફરે કન્ફર્મ ટ્રેન ટિકિટ પણ બતાવવી આવશ્યક છે. બે પૈડાવાળા વાહનના પરિવહનનો ખર્ચ અંતર, વજન અને ટ્રેનના પ્રકાર પર આધાર રાખે છે. સામાન્ય રીતે ₹100 થી ₹500 સુધીનો હોય છે. વીમા ચાર્જ વાહનની જણાવેલ કિંમતના આશરે 1% હોય છે. 


આ પણ વાંચો : Railyway News : ધુમ્મસનો કહેર, દિલ્હી–હાવડા રૂટ પર ડઝનોથી વધુ ટ્રેનો કલાકો મોડી

  • Follow us on: