સામાન્ય વર્ગ માટે બજેટ હમેશા મોટો અને ચર્ચાનો વિષય રહ્યો છે ખાસ કરીને રેલ્વે બજેટ જે સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગ માટે ખુબજ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વતંત્રતા પછી ભારતમાં પહેલું રેલ્વે બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યું?
રેલ્વે બજેટ અને જૂની પરંપરા
સામાન્ય બજેટ હવે બસ થોડા કલાકો દૂર છે, અને હવે રેલ્વે બજેટ તેનો એક ભાગ છે. ઘણા વર્ષો સુધી આપના દેશમાં એક અલગ રેલ્વે બજેટ રજૂ કરવામાં આવતું હતું કેમ કે ભારત દેશના લોકો માટે ભારતીય રેલવે માત્ર પરિવહનનું સાધન જ નથી પણ એક સસ્તી અને સુરક્ષિત યાત્રા છે જે સામાન્ય વર્ગના ખિસ્સાને ખુબજ રાહત આપે છે. એક દ્રષ્ટિએ ભારતીય રેલવે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ પણ માનવામાં આવે છે. નવી ટ્રેનોથી લઈને ભાડા અને સુવિધાઓ સુધી, રેલવે સાથે જાહેર જનતાની અપેક્ષાઓની લાંબી યાદી હોય છે.
સ્વતંત્રતા પછી પહેલું રેલવે બજેટ કોણે રજૂ કર્યું?
સ્વતંત્ર ભારતનું પહેલું રેલવે બજેટ 1947 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ જવાબદારી દેશના પહેલા રેલવે મંત્રી જોન મથાઈએ સંભાળી હતી. સ્વતંત્રતા અને ભાગલા પછી તરત જ, જ્યારે દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો, ત્યારે રેલવેને પાટા પર પાછી લાવવાની સૌથી મોટી જરૂરિયાત હતી. 1947માં રજૂ કરાયેલ આ ઐતિહાસિક રેલવે બજેટ કુલ ₹126 કરોડનું હતું. આજની સરખામણીમાં આ રકમ નાની લાગે છે, તે સમયે દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને એક મહત્વપૂર્ણ જોગવાઈ માનવામાં આવતી હતી.
બજેટની ટોચની પ્રાથમિકતાઓ
સ્વતંત્રતા પછી, દેશના વિભાજનની અસર રેલવે પર સ્પષ્ટપણે દેખાતી હતી. બજેટનો મોટો હિસ્સો પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના સુરક્ષિત પરિવહન અને ક્ષતિગ્રસ્ત રેલ્વે લાઇનોના સમારકામ પર ખર્ચ કરવાની યોજના હતી. દૂરના વિસ્તારોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે રેલ્વે નેટવર્કને એકીકૃત અને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પછી, દેશના વિભાજનની અસર રેલવે પર સ્પષ્ટપણે દેખાતી હતી. બજેટનો મોટો હિસ્સો પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના સુરક્ષિત પરિવહન અને ક્ષતિગ્રસ્ત રેલ્વે લાઇનોના સમારકામ પર ખર્ચ કરવાની યોજના હતી.
આ પણ વાંચો: કિસાન સમ્માન નિધિ યોજના, બજેટ 2026માં ખેડૂતોને અપાતા આ ભંડોળમાં રકમ વધવાની સંભાવના