મેડેલિન શહેરનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે. અગાઉ ગરમીનો પ્રકોપ હતો પણ હવે ઠંડકનો અહેસાસ છે.
ગરમીના તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
મેડેલિનમાં આ શહેરી ક્રાંતિએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. મેડેલિન શહેર સરકારના જણાવ્યા અનુસાર, ગ્રીન કોરિડોર પ્રોજેક્ટથી શહેરના તાપમાનમાં આશરે 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. અહીં સરેરાશ હવાનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ હતું. જે હવે 27 ડિગ્રી સેલ્સિયસ છે. સપાટીનું તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 30.2 ડિગ્રી સેલ્સિયસ થયું છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે પોતે આની પ્રશંસા કરી છે.
મેડેલિન કોલંબિયાનું હૃદય
મેડેલિન શહેર ઉત્તર-પશ્ચિમ કોલંબિયામાં આવેલું છે. તેને કાયમી વસંત શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીંનું હવામાન આખું વર્ષ સુખદ રહે છે. શહેરમાં 40 લાખથી વધુ લોકો રહે છે અને આશરે $35 બિલિયનનો GDP છે. એક સમયે ડ્રગ કાર્ટેલ માટે કુખ્યાત, આ શહેર 21મી સદીમાં પોતાનું પરિવર્તન લાવી ચૂક્યું છે અને હવે તેના શહેરી આયોજન માટે વિશ્વભરમાં ઓળખાય છે. અર્બન લેન્ડ ઇન્સ્ટિટ્યૂટે તેને વિશ્વનું સૌથી નવીન શહેર જાહેર કર્યું છે.
વૃક્ષો કાપવાનું ચાલુ
મેડેલિન વિષુવવૃત્તની નજીક આવેલું છે અને તેની ઊંચાઈને કારણે, સામાન્ય રીતે અન્ય શહેરો કરતાં ઠંડુ છે. અહીંનું સરેરાશ તાપમાન 20થી24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેતું હતું. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં, શહેર અસામાન્ય રીતે ગરમ થયું છે. આનું સૌથી મોટું કારણ બિનઆયોજિત શહેરીકરણ અને રસ્તાઓનું પહોળું થવું હોવાનું માનવામાં આવે છે. વૃક્ષો કાપવાનું ચાલુ રાખ્યું. ખાલી ખેતરોને ઇમારતોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
હરિયાળી ક્રાંતિ 2016માં શરૂ થઈ
મેડેલિન શહેર સરકારે 2016માં ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેના બે મુખ્ય ઉદ્દેશ્યો વધતા તાપમાનનો સામનો કરવા અને ખતરનાક વાયુ પ્રદૂષણ ઘટાડવાના હતા. તત્કાલીન મેયર ફેડેરિકો ગુટીરેઝે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે 30 ગ્રીન કોરિડોર સ્થાપિત કરવાનું નક્કી કર્યું. ત્યારે અમે ઓછામાં ઓછા ગ્રીન કવરવાળા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ હસ્તક્ષેપથી તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઘટાડો થયો છે અને નાગરિકો તેનો અનુભવ જાતે કરી રહ્યા છે.
શું છે ગ્રીન કોરિડોર ?
ગ્રીન કોરિડોરનો અર્થ શહેરની વ્યસ્ત શેરીઓ, નદી કિનારા, સાયકલ પાથ અને રાહદારી રસ્તાઓ પર વૃક્ષો અને છોડની જોડાયેલ સાંકળ બનાવવી, શહેરની અંદર એક ગ્રીન નેટવર્ક બનાવવું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 18 શેરીઓ અને 12 જળમાર્ગોને ગ્રીન સ્પેસમાં રૂપાંતરિત કરવાનો હતો, જેનાથી 20 કિલોમીટર લાંબુ શેડ્ડ નેટવર્ક બનાવવામાં આવ્યું હતુ. પ્રોજેક્ટ હેઠળ, નવા ગ્રીન રસ્તા બનાવાયા હતા. વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યા, અને નદી કિનારા પર ઉદ્યાનો બનાવવામાં આવ્યા હતા. જે બધાને એકસાથે જોડતા હતા.
આ પણ વાંચોઃ 95 વર્ષના દાદી બન્યા 'મસીહા', પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી બચાવ્યા અનેક દર્દીના જીવ













