ઘણા લોકો માને છે કે આવું દ્રશ્ય માત્ર કલ્પનાઓમાં છે, પરંતુ વાસ્તવિકતામાં આવું અનોખું ગામ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે.
શું છે 'ગાશશો-જુકુરી' શૈલી?
આ ગામની સૌથી મોટી અને આશ્ચર્યજનક ખાસિયત એ છે કે અહીં બનેલા લાકડાના પરંપરાગત ઘરોમાં એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી! માત્ર ખાસ ટેકનિક, લાકડાના જોડાણ અને કુદરતી દોરડાંના સહારાથી જ આ વિશાળ ઘરો સદીઓથી ઊભા છે. શિરાકાવા-ગો ગામના આ પરંપરાગત મકાનોને 'ગાશશો-જુકુરી' શૈલીમાં બનાવવામાં આવ્યા છે.
શુ થાય છે આનો અર્થ ?
જાપાની ભાષામાં 'ગાશશો' નો અર્થ થાય છે પ્રાર્થનાની મુદ્રામાં જોડાયેલા હાથ. આ ઘરોના છાપરાંનો ઢાળ ખૂબ જ તીવ્ર રાખવામાં આવ્યો છે. જેથી તેનો આકાર બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય તેવો દેખાય છે.
ભૂકંપ અને ભારે બરફવર્ષા સામે અડીખમ
આ ઘરોનું લચીલું માળખું ભારે બરફવર્ષા અને આંચકાઓને સરળતાથી સહન કરી લે છે. બરફનો નિકાલ તીવ્ર ઢાળવાળી છત હોવાને કારણે શિયાળામાં પડતો ભારે બરફ છત પર જમા થવાને બદલે આપમેળે નીચે સરી પડે છે, જેથી મકાન પર વધારાનો ભાર પડતો નથી. ખીલીઓને બદલે લાકડાના ખાસ કટઆઉટ્સ અને કુદરતી દોરડાંથી આ માળખું બાંધવામાં આવ્યું હોવાથી, જ્યારે પણ ભૂકંપના આંચકા આવે છે ત્યારે આ આખું માળખું તૂટવાને બદલે જમીન સાથે લવચીક રીતે હલે છે અને ઊર્જા સોષી લે છે. ટેકનોલોજી અને કુદરતી સંસાધનોનો આ અદ્ભુત સમન્વય એ વાતની સાબિતી છે કે પ્રાચીન સમયના કારીગરો પાસે પણ કુદરતી આફતો સામે રક્ષણ મેળવવાની શ્રેષ્ઠ કોઠાસૂઝ હતી.
આ પણ વાંચોઃ 40ની ઉંમરે સ્નાયુઓ નબળા થવા આ માત્ર વધતી ઉંમર છે કે 'સાર્કોપેનિયા', જાણો શું કહે છે નિષ્ણાતો?
