મધ્ય પૂર્વના સંઘર્ષમાં ઈરાનના એક દાવાએ વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. ઈરાનનો દાવો છે કે તેણે પોતાની મિસાઈલથી અમેરિકાના અત્યંત આધુનિક અને અજેય ગણાતા F-35 લાઈટનિંગ II ફાઇટર જેટને નિશાન બનાવ્યું છે. ₹9 બિલિયનથી વધુની કિંમત ધરાવતું આ વિમાન રડારથી બચવા માટેની 'સ્ટીલ્થ ટેકનોલોજી'થી સજ્જ છે.
F-35 શા માટે ખાસ છે?
F-35 એ પાંચમી પેઢીનું મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે, જેને 'ઉડતું કમ્પ્યુટર' માનવામાં આવે છે.
- સ્ટીલ્થ ડિઝાઇન: તેની વિશિષ્ટ પેઇન્ટ જોબ રડાર સિગ્નલોને શોષી લે છે, જેનાથી તે રડાર પર માત્ર એક પક્ષી જેવું દેખાય છે.
- ઝડપ અને રેન્જ: તેની ટોપની ગતિ 1,930 કિમી/કલાક (મેક 1.6) છે અને રેન્જ 2,222 કિમી છે.
- અદ્યતન સેન્સર્સ: તે AESA રડાર અને DAS સિસ્ટમથી સજ્જ છે, જે પાઇલટને 360-ડિગ્રી વ્યૂ આપે છે.
F-35 ના ત્રણ મુખ્ય પ્રકારો:
- F-35A: યુએસ એરફોર્સ માટે (કિંમત ₹883 કરોડ). તે 8,100 કિલો શસ્ત્રો વહન કરી શકે છે.
- F-35B: યુએસ મરીન કોર્પ્સ માટે (કિંમત ₹7.12 અબજ). તે હેલિકોપ્ટરની જેમ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે.
- F-35C: યુએસ નેવી માટે (કિંમત ₹944 કરોડ). એરક્રાફ્ટ કેરિયર્સ માટે ખાસ ડિઝાઇન કરેલ આ મોડેલની પાંખો સૌથી લાંબી (43 ફૂટ) છે.
ઈરાનના દાવાથી ઉભા થતા સવાલો
ઈરાનના વિમાનને નિશાન બનાવવાના દાવાથી આ સ્ટીલ્થ ટેકનોલોજીની વિશ્વસનીયતા પર શંકા ઉભી થઈ છે. જો ઈરાની મિસાઈલો ખરેખર F-35 ને નિશાન બનાવવામાં સફળ રહી હોય, તો તેનો અર્થ એ કે ભવિષ્યના યુદ્ધોમાં સ્ટીલ્થ ટેકનોલોજી હવે સંપૂર્ણપણે સલામત નથી. સંરક્ષણ નિષ્ણાતો હવે તપાસ કરી રહ્યા છે કે શું ઈરાન પાસે કોઈ નવી રડાર સિસ્ટમ છે જે આ ગુપ્ત યુએસ ટેકનોલોજીને શોધી કાઢવામાં સક્ષમ છે. આ ઘટના વૈશ્વિક લશ્કરી સંતુલનને સંપૂર્ણપણે બદલી શકે છે.
આ પણ વાંચો- Gold Price Drop : મોંઘું થતા-થતા અચાનક કેમ સસ્તું થવા લાગ્યું સોનું? શું હજુ પણ ઘટશે કિંમતો?