ભારતમાં રસ્તાઓ માટેની સુરક્ષા એક મોટી સમસ્યા છે અને તેમજ રોજ નવી ઘટનાઓ થતી રહે છે અને આ ઘટનાઓ વધતી રહી છે. તે પાછળનું સૌથી મોટું કારણ છે બેદરકારી. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. આ વર્ષે સરકારે ટ્રાફિકના નિયમો તોડવા પર દંડ લગાવવાનો શરૂ કરૂ દીધો છે. તેનું હેતું એક જ છે રસ્તા પર થતી આ ઘટનાઓને ઓછી કરવામાં આવે અને લોકો સુરક્ષિત રહે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવો દેશ પણ છે જ્યાં ટ્રાફિકના ચલાનને તમારા પગારના હિસાબથી આપવવામાં આવે છે.


જ્યારે એક વ્યકિત પર લાગ્યો હતો કરોડોનો દંડ

બે વર્ષ પહેલા એક એવો કેસ સામે આવ્યો હકો જેમાં ફિનલેન્ડના એક વ્યકિતને એક કરોડથી પણ વધારે રૂપિયાનો ચલાન આવ્યો હતો. તે વ્યકિતને ઓવર સ્પીડિંગ માટે 1 કરોડ 6 લાખ અને 27 હજારનો દંડ ફટકારવવામાં આવ્યો હતો. તે સમયે લોકોને લાગ્યો હતું કે આ તો બહુ વધારે પડતા જ કડક નિયમો છે અને આવું ના હોવું જોઈએ. પરંતુ ફિનલેન્ડના નિયમો આવા જ છે.

આ નિયમ કયા દેશમાં લાગુ પડે છે?

ફિનલેન્ડમાં ટ્રાફિક નિયમો એવા છે કે વ્યક્તિના પગાર પ્રમાણે દંડ વસૂલવામાં આવે છે. એટલે કે, તમે જેટલા વધુ પૈસા કમાશો, તેટલો જ તમારા માટે દંડ વધુ હશે. ફિનલેન્ડમાં નિયમ છે કે જો તમે ટ્રાફિક નિયમો તોડશો, તો તમારે તમારા પગારનો અડધો ભાગ દંડ ભરવો પડશે. ત્યાંની પોલીસ પાસે તેમના સ્માર્ટફોનમાં સેન્ટ્રલ ટેક્સપેયર ડેટાબેઝ છે. તેનાથી તેઓ કોઈપણ વ્યક્તિનો પગાર ચકાસી શકે છે. જો તમે સ્પીડ લિમિટ ઓળંગો છો, તો તમારે તે દિવસના પગાર પ્રમાણે દંડ ભરવો પડશે.

આ નિયમ કેમ બનાવવામાં આવ્યો?

આ નિયમ બધા નોર્ડિક દેશોને લાગુ પડે છે. આ સિસ્ટમ ફિનલેન્ડમાં 1920ના દાયકાથી અમલમાં છે. તેનો હેતુ પૈસાના આધારે ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. ત્યાં, આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે દંડ ફક્ત ઓછી આવક ધરાવતા લોકો માટે જ નહીં, પરંતુ દરેક માટે સમાન રીતે અસરકારક હોય.


  • Follow us on: