જ્યારથી દુનિયામાં માણસોએ પોતાનો વિકાસ શરૂ કરવાનું ચાલું કર્યું છે, ત્યારથી યુદ્ધ પણ વધી રહ્યું છે. રાજા મહારાજાના યુગથી અત્યાર સુધી કોઈના કોઈ કારણોસર દુનિયામાં લડતો થતી રહી છે અને લાખોની સંખ્યામાં નિર્દોષોના જીવ લેતા ગયા. જો કે માણસોના જીવનમાં સંઘર્ષ અને યુદ્ધ એક મહત્વની ભૂમિકા ભજવે છે. તમામ સભ્યાતાઓને વસાવવા અને તેને ખરાબ કરવા માટે યુદ્ધ થતા રહ્યા છે.


રાજ્યોના વિસ્તારો માટે યુદ્ધ થતા રહ્યા, દુનિયામાં એટલા યુદ્ધ થયા છે કે જો ઈતિહાસ જાણવા જઈશું તો ચોપડીઓ પણ ઓછી પડી જશે. આ યુદ્ધમાં મરવાવાળા લોકોના આંકડા એટલા છે કે જો તેને જોડવામાં આવે તો દુનિયાના ઘણા દેશેની આબાદી તેમાં સમાઈ શકે છે.

ઈરાન-ઈઝરાયલ

હાલમાં, જ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે થયેલ યુદ્ધથી જ શરૂઆત કરીએ તો બંને દેશો વચ્ચે 12 દિવસ સુધી લડાઈ ચાલુ રાખી. ઈરાન ઈઝરાયલના યુદ્ધમાં 1300થી વધારે લોકો ઘાયલ થયા અને ઈઝરાયલી હુમલાઓના કારણે 585થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. તેમજ ઈઝરાયલમાં 16થી વધારે લોકોના મોત થયા છે.

રશિયા –યુક્રેન  યુદ્ધ

રશિયા અને યુક્રેનના યુદ્ધને લગભગ 3 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. બંને દેશઆ યુદ્ધને કતમ કરવાનું નામ નથી લેતા. તે કારણથી લાખોની સંખ્યામં નિર્દોષો લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. 24 ફ્રેબુઆરી 2022થી શરૂ આ યુદ્ધને 3 વર્ષથી વધારે થયી ગયું છે. એટલે 1000 દિવસથી વધારેનો સમય થઈ ગયો છે. જેમાં માણસોનો જીવ, તેમને વાગેલા ઘા અને કડવી યાદો મળી છે જે કોઈ દિવસ ભૂલી નહીં શકાય. રિપોર્ટ મુજબ, રશિયા દ્વારા ફુલ સ્કેલ વોરથી આ યુદ્ધમાં 4 લાખ 75 હજારથી વધારે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. તેમજ 63 લાક લોકો પોતાનું ઘર છોડવા પર મજબૂર થયા હતા.

ઈઝરાયલ-ફિલિસ્તીન

ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે લગભગ 20 મહીના સુધી યુદ્ધ ચાલ્યું હતું. હમાસે ઈઝરાયલી સીમા પર ઘુસીને તમામ સૈનિકોને મારી તેના બંધક બનાવી દીધા હતી. ઈઝરાયલે વડતો જવાબ આપવા કરી ફિલિસ્તીનને પુરી રીતે તબાહ કરી દીધું હતું. ગાઝામાં તે સમયે ભૂખમરા જેવી પરિસ્થિતિ હતી જેનાથી મોટી સંખ્યામાં લોકો યુદ્ધ પછી ભૂખમારીથી મરી ગયા હતા. 7 ઓક્ટોબર 2023થી મે 2025 સુધી 57,000થી ફિલિસ્તીનીયોનું મોત થઈ ગયું હતું. જ્યારે ઈઝરાયલમાં 1726 લોકોનું મોત થયું હતું.

અઝરબૈઝાન- આર્મનિયા

અઝરબૈઝાન અને આર્મેનિયા લાંબા સમયથી એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે. સંઘર્ષના વિરામ બાદ પણ બંને એકબીજા પર હુમલા કરતા રહ્યા, વર્ષ 2020માં અઝરબૈઝાન-આર્મેનિયા વચ્ચે યુદ્ધ થયું હતું તે સમયે 6500 લોકો માર્યા ગયા હતા. તેમજ વર્ષ 2023માં 460થી વધારે લોકોનું મોત થયું હતું.


  • Follow us on: