UPSCની પરીક્ષી
સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાં માનવમાં આવે છે. તેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમેદવાર સામેલ થાય છે પરંતુ અમુક લોકો જ હોય છે જે પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સફળ થાય છે.
પરીક્ષા પાસ કરવાવાળા કેન્ડિડેટ IPS, અથવા IAS બનાવાનું સપનું જોતા હોય છે. પરંતુ રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે કે કયા કેન્ડિડેટ્સને કઈ સર્વિસમાં મોકલવામાં આવે.
ક્યાં થાય છે IPS અને IASની ટ્રેનિંગ
જ્યારે પણ કેન્ડિડેટ UPSCની પરીક્ષા પાસ કરી લે છ ત્યાપરે તેને IPS અને IAS તરીકે ચૂંટવામાં આવે છે સોથી પહેલા તેને લાલ બહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમી, અને મસૂરી ટ્રેનિંગ માટે જવું પડે છે. IPSની ટ્રેનિંગ ચાર ભાગમાં થાય છે, જેમાં ફાઉન્ડેશન કોર્સ, ફેઝ ટ્રેનિંગ, ડિસ્ટ્રિક્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ફેઝ 2 ટ્રેનિંગ હોય છે.
આ ચારે ફેઝની ટ્રેનિંગની લોકેશન અલગ-અલગ હોય છે. ફાઉડેશન કોર્સ LBSNAAમાં થાય છે. તેમજ ત્યાં ઓલ ઈન્ડિયા સર્વિસ સેન્ટ્રલ સર્વિસના ફ્રેશ રિક્રૂટર્સે તૈયાર કરવામાં આવે છે. આ ત્રણ મહિનાની ટ્રેનિંગ હોય છે, તે પછી IPS અને IASની ટ્રેનિંગ અલગ-અલગ થઈ જાય છે.
કેવી રીતે થાય છે ટ્રેનિંગ
ત્યારબાદ IPS અને IAS ટ્રેનિંગમાં આગળ હોય છે IPS Training Centre. આ સેન્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં છે. IPS ટ્રેનીનું આ પ્રીમિયમ સંસ્થા હોય છે. અહીંયા 11 મહીના સુધી ટ્રેનિંગ આપવવામાં આવે છે. તેમજ ત્યાં તેમની ફિઝિકલ ટ્રેનિંગ પણ થાય છે અને તેમને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે છે. IAS અધિકારીઓને LBSNAAમાં શારીરિક અને માનસિક રૂપથી તાલીમ આપવવામાં આવે છે.
LBSNAAમાં કેટલી ફી લાગે છે
ફીની વાત કરીએ તો, LBSNAAમાં પ્રશિક્ષુ અધિકારીઓની ફી ઓછી હોય છે. તેમજ તેમને એક રૂમ માટે દર મહિને 350 રૂપિયા ચૂકવવાના હોય છે. તેમજ બે લોકો સાથે રહે તો ફક્ત 175 રૂપિયા ચૂકવવા પડે છે. તેમાં પાણી, વીજળીની કિંમત પણ સામેલ છે. તે સિવાય મેસનું ખાવાના પૈસા 10000 આપવવાના હોય છે. IPS અને IAS ટ્રેનીને હોસ્ટલ, ગેમ્સ, સાઈકિલિંગ, કોપ્લેક્સ, જીમ, લાઈબ્રેરી અને આઈટી સેવા જેવી સુવિધાઓ મળે છે.