ભારતના મંદિરોમાં ભક્તો ખૂબ દાન કરે છે.

દર વર્ષે મંદિરોમાં દાન વધતું જઈ રહ્યું છે અને ભક્તો લાખો-કરોડોનું દાન કરે છે. મંદિરમાં સોનું-ચાંદી અને હીરાના ઘરેણાઓ દાન કરે છે. ભારતમાં આસ્થા ફક્ત ભક્તિ નહીં, પરંતુ અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે.

ધર્મનું અર્થશાસ્ત્ર ભારતનું ભવિષ્ય ઉજજ્વળ બનાવી રહ્યું છે. ભારતમાં એવા મંદિરો છે જ્યાં પૈસાની કોઈ ખોટ નથી.

ક્યાં છે ભારતના સૌથી અમીર મંદિર અને સંપતિ

ભારતમાં દર વર્ષે મંદિરોમાં આવતા કરોડો રૂપિયાની ચર્ચાઓ થતી રહે છે. ભારતના સૌથી અમીર મંદિરની વિશે વાત કરીએ તો તેનું નામ પદ્મનાભસ્વા મંદિર છે, જે ભારતના સૌથી અમીર મંદિરોમાંનું એક છે. આ મંદિર કેરળમાં સ્થિત છે. અહીંયા દર વર્ષે લગભગ 500 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવે છે. તેનો મતલબ છે કે દર વર્ષે અહીંયા આટલા પૈસા દાન કરવામાં આવે છે. પદ્મનાભસ્વા મંદિર તિરુવનંતપુરમ, કેરળમાં સ્થિત છે. ભારત જ નહીં તેને દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. તેની કુલ સંપતિ લગભગ 1,20,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

કયા ભગવાનની પૂજા થાય છે?

પદ્મનાભસ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર પદ્મનાભ સ્વામીની પૂજા કરવામાં આવે છે. મંદિરની નીચે બનેલા ખાનગી તિજોરીઓમાંથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. ઐતિહાસિક અને આર્થિક દૃષ્ટિકોણથી આ ખૂબ જ મૂલ્યવાન છે. અહીંની સૌથી પ્રખ્યાત તિજોરી B હજુ સુધી ખોલવામાં આવી નથી. તેની સાથે ઘણા ધાર્મિક મહત્વ, માન્યતાઓ અને રહસ્યો જોડાયેલા છે. આ મંદિરની સંપત્તિ તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અલગ બનાવે છે. મંદિર ટ્રસ્ટની આવક દેવતાને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અને દર્શન ટિકિટમાંથી આવે છે.

તે ક્યારે અને કેવી રીતે ચર્ચામાં આવ્યું

પદ્મનાભસ્વામી મંદિર ત્યારે સમાચારમાં આવ્યું જ્યારે તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા અને અસંખ્ય સોના, હીરા અને ચાંદીના ઝવેરાત મળી આવ્યા. તેમની કિંમત આશરે 20 અબજ ડોલર હોવાનો અંદાજ છે. સુપ્રીમ કોર્ટે મંદિરના 7મા દરવાજાને ખોલવાની પરવાનગી આપી ન હતી. એવો અંદાજ છે કે મંદિરનો આ દરવાજો સૌથી વધુ ખજાનાથી ભરેલો છે. પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન ત્રાવણકોર રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે.


  • Follow us on: