પૃથ્વી પરના બધા જીવો માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે, જેમાં માણસોનો પણ સમાવેશ થાય છે. આ ઓક્સિજનના કારણે જ પૃથ્વી પર માણસો સહિત બધા જીવો અસ્તિત્વ ધરાવે છે. ઓક્સિજનના અભાવે અન્ય ગ્રહો પર જીવન નથી.


શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઓક્સિજનના અભાવે જીવનનો અંત આવી શકે છે, પરંતુ જો ઓક્સિજનનું સ્તર ડબલ થઈ જાય, તો શું માણસ સુપરમેન બની જશે? માનવ જીવન પર આની શું અસર પડશે?

ઓક્સિજન દૂર કરવામાં આવે તો શું?

જો પૃથ્વી પરથી થોડીક સેકન્ડ માટે ઓક્સિજન દૂર કરવામાં આવે તો પૃથ્વી પર તબાહી ફેલાઈ જશે. મોટી ઇમારતો થોડીક સેકન્ડમાં તૂટી પડશે, વાહનો જ્યાં છે ત્યાં જ અટકી જશે. માણસો અને પ્રાણીઓ મરવા લાગશે. ઓક્સિજનમાં વધારો થયા પછી બરાબર વિપરીત થશે. પૃથ્વી પર પ્રાણીઓનું કદ ઘણું વધી જશે. નાના જંતુઓ પણ તમને મોટા દેખાવા લાગશે. કરોળિયાનું કદ ઉંદર જેવું અને ઉંદરનું કદ સસલા જેવું થઈ જશે. પૃથ્વી પરના વૃક્ષો એટલા વિશાળ થઈ જશે કે તેઓ વાદળોને અડવા લાગશે.

ઓક્સિજન ડબલ થાય તો શું?

માણસો તેમના મૂળ કદ કરતા 2 મીટર ઊંચા થઈ જશે. તેઓ 2005માં રિલીઝ થયેલી માર્વેલ કોમિક્સ હલ્ક ફિલ્મ જેવા દેખાવા લાગશે. આનાથી માણસો સુપરમેન નહીં બને, પરંતુ તેમનું કદ પહેલા કરતા મોટું થશે. માનવ શરીરમાં જોવા મળતા ન્યુટ્રોફિલ્સમાં જીવલેણ વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા વધી જશે. તમે રસ્તા પર પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા જે વાહનો જોશો તે પેટ્રોલ અને ડીઝલ વિના ચાલવા લાગશે. કાગળના વિમાનો લાંબા અંતર સુધી ઉડશે તેમજ ઘણા જોખમો પણ હશે. જેમ કે ઘણી બધી આગ લાગશે અને લોકોને તેને ઓલવવા માટે સખત મહેનત કરવી પડશે.

શું આવું પહેલાં ક્યારેય બન્યું છે?

આજે, આ કોઈ વાર્તા અથવા કાલ્પનિક ફિલ્મની વાર્તા જેવું લાગે છે, પરંતુ ઘણા અહેવાલો અનુસાર, આવી ઘટના લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં બની હતી. આજે પૃથ્વી પર 21 ટકા ઓક્સિજન છે, તે સમયે પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ લગભગ 30 ટકા હતું. તે સમયે જોવા મળતા જીવો ખૂબ મોટા અને શક્તિશાળી હતા ઓક્સિજન માણસના શરીરના કદ, મગજના કદ અને વિકાસને અસર કરે છે. શરીરમાં બનતા ગ્લુકોઝ અને રેડ બ્લડસેલ્સમાં ઓક્સિજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: