ધરતીમાં એવા રહસ્યો છે, જેની જાણ થતા લોકો હેરાન થઈ જાય છે. એવી જ રીતે પ્રકૃતિમાં એવા ઝાડ-છોડ છે જે ખૂબ જ અલગ અને અદ્ભત હોય છે. અહીં એવા છોડ વિશે વાત કરી રહ્યા છીએ જે એકદમ અલગ છે અને તેની ખાસ વાત એ છે કે તે છોડમાં 100 વર્ષમાં એક જ વાર ફુલ ખીલે છે.


પૃથ્વી પર રહેલા આ છોડનું નામ પુયા રાયમોડી છે. આ છોડ એક વિશાળ અને દુર્લભ છોડ છે, જેના પર ફુલ 100 વર્ષમાં એક વાર જ ખીલે છે.

આ છોડનો દેખાવ કૈક્ટસ ના છોડ જેવો છે

લોકોને આ ફુલ જોવા માટેની તક જીવનકાળમાં ફક્તમાં એક વાર મળે છે તે પણ મુશ્કેલીથી મળે છે. તેને એન્ડીઝની રાણીનું રૂપ પણ માનવામાં આવે છે. આ છોડમાં ફુલ ફક્ત ત્યારે નીકળે છે જ્યારે તેની ઉંમર 80 થી 100 વર્ષ સુધી પહોંચી જાય છે. આમ તો આ છોડ કેક્ટસના છોડ જેવું જ દેખાય છે.

પુયા રાયમોડી દેરક ઋતુમાં નીકળી શકે

પુયા રાયમોડી સાઉથ અમેરિકામાં 12,000 ફુટની ઉંચાઈ પર નીકળે છે એક રિપોર્ટ મુજબ આ છોડ એવો છે જે ખરાબ માટીની સાથે સાથે ઠંડી અને વરસાદમાં પણ નીકળી શકે છે. પુયા રાયમોડી દુનિયાના સૌથી મોટા બ્રોમેલિયાડ છે. તેને દુનિયાના સૌથી ઉંચા ફ્લાવર સ્પાઈક પણ કહેવામાં આવે છે. તેને નીકળવા માટે કેટલો સમય લાગે છે એ હવે ચર્ચાનો વિષય છે.

સફેદ રંગના ફુલ ખીલે છે

પુયા રાયમોડી 33 ફુટની ઉંચાઈ સુધી નીકળી શકે છે. જ્યારે પણ તેના પર ફુલ ખીલે છે ત્યારે તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ છોડ પર સફેદ રંગને ફુલ ખીલે છે અને આખું છોડ તે ફુલોથી ભરાય જાય છે. એક વાર તેમા ફુલ આવી જાય પછી તે છોડ મરી જાય છે.


  • Follow us on: