અંતરિક્ષ એક એવી જગ્યા છે જ્યાં હવે માણસો પણ પહોંચી ગયા છે. ભલે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ના હોય કે, ઓક્સીજન નથી પરંતુ એસ્ટ્રોનોટ્સ મિશન સુરક્ષા માટેની દરેક તૈયારીઓ સાથે જાય છે. તેમજ મિશનને સફળ બનાવે છે. જો કે અંતરિક્ષમાં રહેવું ધરતી જેટલું સહેલું નથી, ધરતી પર જરૂરતના સમયે દરેક વસ્તુ આરામથી મળી જાય છે પરંતુ અંતરિક્ષમાં એવું હોતું નથી. તેમજ જો કોઈ એસ્ટ્રોનોટ અંતરિક્ષમાં બીમાર પડે તો શું થાય? તેને કેવી રીતે દવા આપવવામાં આવે છે? જાણો કે નાસાની રેસ્કયૂ ટીમ કેવી રીતે કામ કરે છે.
શું અંતરિક્ષમાં બીમાર થઈ શકે છે?
અંતરિક્ષમાં કોઈ પિકનિક સ્પોટ નથી બીજું એ કે ત્યાં માણસો નથી કે રોબોટ નથી. એવામાં ગમે ત્યારે ગમે તે રીતે કોઈ પણ બીમારી થઈ શકે છે. અંતરિક્ષમાં રેડિએશન, માઈક્રોગ્રેવિટી અને તમામ મુશ્કેલીઓ આવે છે, જેને આપણે ધરતી પર રહીને ના સમજી શકીએ. અંતરિક્ષમાં અચાનક વાતાવરણ બદલાય શકે છે અને માણસને માથાનો દુખાવો, ઉલ્ટી જેવી બીમારીઓ થઈ શકે છે. તે સિવાય હાર્ટ એટેક અને એપેન્ડિક્સ જેવી તકલીફ પણ થઈ શકે છે. તેમજ એટલી દૂર સારવારની સિસ્ટમ પણ ખૂબ અલગ હોય છે.
અંતરિક્ષમાં કેવી રીતે આપવવામાં આવે દવા?
અંતરિક્ષમાં મિની હોસ્પિટલ જેવું સેટઅપ હોય છે. તેને હેલ્થ મેંટેનેસ સિસ્ટમ કહેવામાં આવે છે. તેમાં ઘણી બધી દવાઓ, બેન્ડેઝ, બેઝિક ટૂલ્સ હોય છે જેવા કે બીપી, સુગર મોનિટરની મશીનો, અલ્ટ્રાસાઉન્ડ અને ડેન્ટલ કિટ સામેલ હોય છે. દરેક એસ્ટ્રોનોટને લગભગ 40 કલાક સુધીની મેડિકલ ટ્રેનિંગ આપવવામાં આવે છે. ત્યાં એક કે બે ક્રૂ મેમ્બર્સને ક્રૂ મેડિકલ ઓફિસર બનાવવામાં આવે છે. પરંતુ બીમારી ગંભીર હોય જેમ કે હાર્ટ એટેક કે પછી કોઈને ફ્રેક્ચર થાય ત્યારે શું?
રેસ્ક્યૂ મિશન
નાસા પર કોઈ સુપર સ્પેશલિસ્ટ ડોક્ટર હોતા નથી, પરંતુ મિશન કંટ્રોલ સેન્ટર હોય છે જ્યાં 24*7 સ્પેસ મેડિસિનમાં સ્પેશલ ટ્રેનિંગવાળા ડોક્ટર્સ હોય છે. તે લોકો વીડિયો કોન્ફરન્સિંગથી એસ્ટ્રોનોટની મદદ કરે છે. તે જણાવે છે કે દર્દીની સારવાર કેવી રીતે કરવી અને ઓક્સીજન આપવવાની જરૂર છે કે પછી દવા આપવાની. જો આ બધાથી પણ મદદ નથી મળતી તો આગળનું પગલું એસ્ટ્રોનોટને ધરતી પર લાવવાનું હોય છે. એટલે કે, ઈમરજન્સી ઈવૈક્યુએશન. ISS પર એક કે બે સ્પેસક્રાફ્ટ ડોક હોય છે જે લાઈફબોટ તરીકે કામ કરે છે. ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં બીમાર એસ્ટ્રોનોટને તેમાં બેસાડી ધરતી પર લાવવામાં આવે છે.