સોનું એક એવી વસ્તુ છે જેને ખરીદવું દરેકનું સપનું હોય છે, ખાસકરીને ભારતમાં મહિલાઓને સોનું ખૂબ જ પસંદ આવે છે. તે લગ્નમાં, તહેવારમાં કે કોઈ ખાસ પ્રસંગે સોનાના ઘરેણાં ખરીદે છે તેમજ પહેરે છે. પરંતુ આજના સમયમાં સોનાના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય માણસ તેને ખરીદી જ ના શકે.


મહિલાઓને સોનું ખરીદવાની ખૂબ જ ઈચ્છા હોય છે પરંતુ ભાવ એટલા વધી ગયા છે કે દરેક લોકો વિચારે છે સોનું સૌથી વધારે સસ્તું કયાં મળે છે. ઘણા લોકોને લાગે છે સોનું ફક્ત દુબઈમાંજ સૌથી સસ્તું મળે છે પણ એવું નથી આ દેશમાં દુબઈ કરતા પણ વધારે સસ્તું મળે છે સોનું. દુનિયામાં સૌથી સસ્તું સોનું દૂબઈમાં નહીં ભૂતાનમાં મળે છે. ભૂતાન એવો દેશ છે જ્યાં સોનું સૌથી સસ્તા ભાવે મળે છે, ભૂતાનમાં સોનું સસ્તું મળવા પર ઘણા કારણો છે.

ટેક્સ ફ્રી છે સોનું

ભૂતાનમાં સોના પર કોઈ ટેક્સ લાગતો નથી, અહીં સોનું ટેક્સ ફ્રી છે જયાં તેની કિંમત ઘણી ઓછી છે. તે સિવાય બીજા દેશોની સરખામણીએ ભૂતાનમાં સોના પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી હોય છે.

સોનું ખરીદવા પર છે ઘણા નિયમો

ભૂતાનથી સોનું ખરીદવા પર નિયમો છે, ભૂતાન જઈને કોઈ પણ સોનું ખરીદી શકતું નથી, તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ભૂતાનમાં સોનું ખરીદવાના નિયમમાં પહેલો નિયમ એ છે કે તમારે ભૂતાન સરકાર પાસેથી ઓથોરાઈઝ હોટલમાં ઓછામાં ઓછું એક રાત રહેલું પડશે, ત્યાં રહ્યાં વગર તમે સોનું ખરીદી શક્તા નથી.

સોનું ખરીદવા પર છે લિમિટ

જો તમે ભૂતાનથી ભારતમાં સોનું ખરીદવા ઈચ્છો છો તો સરકારે તેના માટે એક લિમિટ પણ રાખી છે. જેમાં એક વ્યકિત ફક્ત 26 ગ્રામ સોનું ભૂતાનથી ભારત લાવી શકે છે. ભૂતાનથી ભારત વધારે સોનું લાવશો તો તે ગેરકાયદેસર ગણાશે, જો લિમિટથી વધારે સોનું લેતા પકડાઈ ગયા તો તમારે દંડ પણ ભરવો પડશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.


  • Follow us on: