સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ બંધ થાય તો વેશ્વિક સંકટ જોવા મળી શકે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કેમ મહત્ત્વનું?
મિડિલ ઇસ્ટમાં વધતા સેના તણાવની વચ્ચે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરી છે. આ એ જ દરિયાઇ માર્ગ છે જ્યાંથી વિશ્વ માટે તેલ અને ગેસનો વેપાર કરવામાં આવે છે. જો આ 30 મીલ પહોળો રસ્તો બંધ થાય છે તો તેની અસર ખાડી દેશ સહિત અન્ય દેશો પર જોવા મળશે અને અર્થતંત્રને મોટાપાયે અસર થશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન અને આગળ અરબ સાગર સાથે જોડે છે.
સમુદ્ર માર્ગ વેપાર માટે વધુ ઉપયોગી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ 30 મીલ પહોળો છો. રાજનૈતિકની દ્રષ્ટીએ તેનું મહત્ત્વનું વધુ છે. વિશ્વનો 70 ટકા ભાગ સમુદ્રથી ઘેરાયેલો છે. અને 80 ટકા વૈશ્વિક વપાર સમુદ્ર માર્ગથી કરવામાં આવે છે. આ ઉપરાતં અમુક સ્થળોને ચોક પોઇન્ટ કહેવામાં આવે છે. જે મહત્ત્વની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એવુ જ એક ચોક પોઇન્ટ છે.
કયા દેશો માટે છે આજીવિકા ?
પર્શિયન ગલ્ફથી 8 દેશ જોડાયેલા છે. ઇરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરબ, બહરીન, કતર, યૂએઇ અને ઓમાન. તેમાંથી કેટલાય દેશ માટે સમુદ્રી માર્ગ માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થાય છે. મિડિલ ઇસ્ટની ઓળખ તેના તેલ, ગેસ ભંડારથી થાય છે. વિશ્વની કુલ ઉર્જાનો 33 ટકા ભાગ તેલથી આવે છે. ટ્રાન્સપોર્ટ, વિજળી ઉત્પાદન અને ઇન્ડસ્ટ્રીમાં તેલની મોટી ભૂમિકા છે. વિશ્વના કુલ તેલ ભંડારનો લગભગ અડધો ભાગ આ ક્ષેત્રમાંથી આવે છે.
ચીન, જાપાન અને ભારતની સ્થિતિ
ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને પેટ્રોલિયમ આયાત પણ કરે છે. ચીનના કુલ તેલના આયાતનો 45 ટકા ભાગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા છે. જો માર્ગ બંધ થશે તો ઉત્પાદન પર અસર પડશે. જાપાન પોતાની લગભગ 100 ટકા ઉર્જા જરુરત આયાતમાંથી પુર્ણ કરે છે. તેની તેલ આયાતનો 80 ટકા ભાગસ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. ભારત દુનિયાની છઠ્ઠા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારત પોતાના કુલ કાચા તેલના 70 ટકા અને ગેસના લગભગ 50 ટકા ભાગ પર્શિયન ગલ્ફ દેશમાંથી આયાત કરે છે.
દક્ષિણ કોરિયા અને ઇરાનનું રણનૈતિક નિયંત્રણ
દક્ષિણ કોરિયા દુનિયાની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેલ પુરવઠો બંધ થશે તો ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ અને ભારે ઉદ્યોગ પર અસર પડશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ 8 નાના દ્વીપ છે. જેમાંથી 7 પર ઇરાનનું નિયંત્રણ છે. આ વિસ્તાર સેના માટે સંવેદનશીલ છે. જો જહાજોની અવર-જવર રોકાશે તો ટેન્કર ટ્રેફિક ઠપ્પ થઇ જશે. ઇરાન અગાઉ પણ આ માર્ગને બંધ કરવા માટે ધમકી આપી ચુક્યુ છે.
આ પણ વાંચોઃ અલી ખામેનેઇની હત્યા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તોડ્યો અમેરિકાનો સૌથી કડક કાયદો, જાણો શું છે સજા?
